Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પાણશીણાના ગેડી ગામે બંધ વરંડાના ઉતારામાં ત્રણ આરોપીએ રાખેલ સાડા ત્રણ લાખનો દારૂ કબ્જે

સુરેન્દ્રનગર તા.૩૦: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ને સુચના આપેલ હોય, જે અન્વયે બાતમી મળેલ કે ગેડી ગામે સ્વ.હરીચન્દ્રસિંહ લાલુભા રાણા રહે.ભાવનગર મુળ ગામ ગેડી તા.લીંબડી વાળાના રામજી મંદીર સામે આવેલ બંધ વરંડાની ઉતારા તરીકે ઓળખાતી જગ્યાએ પ્રતિપાલસિંહ ઇન્દ્રસિંહ રાણા રહે.ગેડી વાળા તેમજ તેમના સાગરીતો પુષ્પરાજસિંહ વનરાજસિંહ રાણા ઘંટીવાળા રહે.ગેડી તથા ક્રિપાલસિંહ વનરાજસિંહ રાણા બરોડા વાળા મુળ રહે.ગેડી ભેગા મળી ગે.કા.પરપ્રાર્તિય વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી, કર્ટીગ કરવાની પ્રવૃતિ ચલાવે છે અને હાલે સદરહું પ્રવૃતિ ચાલુ છે.

તે આધારે સદર જગ્યાએ એલ.સી.બી.ટીમ દ્વારા રેઇડ કરતા ઉપરોકત વરંડાના ઉતારામાંથી ગે.કા. પરપ્રાતિંય ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-૮૮૩ કી.રૂ.૩,૫૩,૨૦૦નો મુદામાલ મળી આવેલ અને આરોપીઓ (૧)પ્રતિપાલસિંહ (૨)પુષ્પરાજસિંહ (૩)ક્રિપાલસિંહ હાજર મળી આવેલ ન હોય પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના સબ ઇન્સ.વી.આર.જાડેજા એ.એસ.આઇ, એન.ડી.ચુડાસમા તથા હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અમરકુમાર કનુભાઇ તથા ડ્રા.પો.કોન્સ. ચમનભાઇ જશરાજભાઇ કલ્પેશભાઇ જેરામભાઇએ રેઇડ કરી દારૂનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(1:17 pm IST)