Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ધોરાજી વિધાનસભા સીટ ઉપર ૪૧૧૦ મતની લીડથી ભાજપ આગળ આવ્યો

લલિત વસોયા ૨૫૦૦૦થી વિજેતા થયા હતાઃ પાસ અને જ્ઞાતિવાદના રાજકારણમાં ૩૦ થી ૩૫ હજાર મતોની ખાધ આવીઃ લલિત વસોયાના વોર્ડ નંબર ૮માં પોતાની જ હોમ પીચમાં ૧૫૬૨ મતે ભાજપને લીડ મળી

ધોરાજી, તા.૩૦: ધોરાજીના ધારાસભ્ય અને પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પોતાની હોમ પીચમાં પાછળ રહી ગયા તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી આવે તો લલિત વસોયા નો પરાજય થાય તેવું રિઝલ્ટ લોકસભા સીટના પરિણામ જોવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર પાસ કન્વીનર અને કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રવકતા ગણાતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જયારે વિધાનસભા સીટ ઉપર પ્રથમ વખત ચૂંટણી લડી અત્યારે હાર્દિક પટેલના સાથને કારણે જ્ઞાતિવાદ અને પાસના વાવાઝોડાને કારણે તેમજ લેઉવા કડવા ના વિવાદ વચ્ચે ૨૫૦૦૦ જેવા મત ની જંગી લીડથી ચૂંટાઈ આવ્યા બાદ ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટ ઉપર માત્ર ને માત્ર પાટીદારો પાટીદાર લક્ષી કાર્યક્રમો કરતા અન્ય સમાજમાં પણ લલિત વસોયાની સામે રોષ જોવા મળ્યો હતો.

બાદ પોરબંદર લોકસભા સીટ ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી ટીકીટ મળતા લોકસભા સીટ ઉપર કોંગ્રેસના લડાયક અને અઠંગ ખેલાડી તરીકે છાપ ધરાવતા લલિત વસોયા ઉભા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના બિનરાજકીય ગણાતા તને ધાર્મિક સ્વભાવ ધરાવતા સીધા અને સરળ રમેશભાઈ ધડુક ને ટિકિટ મળતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી એવા વિચારો વ્યકત કર્યા કે આપણને આરામથી મળશે અને પોરબંદર લોકસભા સીટે કોંગ્રેસ વિજેતા થશે.

એક બાજુ જોઇએ તો લલિત વસોયાને લઘુમતીના મત શ્યોર મળે દલિત સમાજના મત મળે અને પાટીદારોના મત મળે તો આરામથી જીતી જવાય તેવા વિચારો સાથે લલિત વસોયાએ પ્રચાર કરી એનકેન પ્રકારે જીત હાંસલ કરવા માટે દાવો કરી અને મતદાન બાદ લાખો રૂપિયાની હાર જીત પણ થાય તે પ્રકારે શરતો લગાવી હતી.

પરંતુ પરિણામ જાહેર થતા  ૨૨૯૮૨૩ મતની લીડ થી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક નો વિજય થતા કોંગ્રેસના ગઢ ગણાતા ધોરાજીમાં સોપો પડી ગયો જયારે ૭૫ ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટ ઉપર જોઈએ તો વિધાનસભા સીટ માં લલિત વસોયા ને ૨૫૦૦૦ જેવા મત ની જંગી લીડ મળી હતી અને પોરબંદર લોકસભા સીટ માં ૭૫ ધોરાજી સીટ ઉપર નજર કરીએ તો ૪૧૧૦ મતની ભાજપને લીડ મળી છે ત્યારે આમ જોઈએ તો ૭૫ ધોરાજી વિધાનસભા સીટ ઉપર લલિત વસોયાને ૩૦ થી ૩૫ હજાર મતો નુકસાની ગઈ છે.

એટલું જ નહીં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જે વિસ્તારમાં રહેશે એ એવોર્ડ નંબર ૮ માં તેના તમામ બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લીડ મળી છે અને વોર્ડ નંબર ૮ માં ૧૫૬૨ મતની લીડ ભાજપને મળી છે ત્યારે હાલમાં ધોરાજી વિધાનસભાની જો ચૂંટણી આવે તો કોંગ્રેસનો પરાજિત થાય એમાં કોઈ શંકા નથી સ્થાન નથી.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ને આ બાબતે પૂછતાં તેઓ જણાવે છે એક તો નરેન્દ્ર મોદીનું મોજું અને ધોરાજી પોરબંદર લોકસભા સીટ માં અમારા ઉમેદવારે માત્ર પાટીદારો અને લદ્યુમતી મતદારોને રીઝવવા સિવાય કશું જ કર્યું નથી તેમજ સમગ્ર પોરબંદર લોકસભા સીટ ઉપર કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓ તેમજ ધોરાજીમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા જેનો આ પરિણામ અમારે ભગવાનો વારો આવ્યો છે.

(11:55 am IST)