Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ઉનાઃ બીપીએલ ૨૦૦૨ ની યાદીનો સમાવેશ આયુષ્યમાન ભારત યોજાનામાં કરવા રજુઆત

ઉના તાઃ ૨૯ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસીકભાઇ ચાવડા એ મામલતદાર શ્રી, ઉના રસીક મુખ્યમંત્રી ને આવેદન મોકલીને આયુષ્યમાન ભારત યોજનમા બીપીએલ ૨૦૦૨ ની યાદીનો સમાવેશ કરવા માગણી કરી છે.

કેન્દ્ર સરકારની ગરીબી રેખા નીચે જીવતા પરીવારો ને હોસ્પિટલ માં વિનામુલ્યે સારવાર મળી રહે આયુષ્યમાન ભારત યોજના ચાલુ કરવામાં આવી છે. આ અગાઉ વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૮ સુધી કેન્દ્ર સરકાર દ્રારા યોજાના અમલમાં હતી. અને આ યોજાનામાં સામાજીક આર્થિક મોજણી ૨૦૦૨ ની યાદી નો સમાવેશ કરવામાં આવેલા હતો.અને તમામ પરિવાર ને યોજનામાં સમાવેશ કરી તમામને યોજનાના કાર્ડ આપવામા આવેલા હતા. પરંતુ નવી યોજના આયુષ્યમાન ભારત યોજનામાં હતી અને આ યોજનામાં સામાજીક આર્થિક મોજણી ૨૦૦૨ નો સમાવેશ કરવામાં આવેલા નથી જેને કારણે  ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આ  યોજનાનો લાભ મળતો નથી.તો આ યોજનાનો લાભ મળતો નથી.તો આ યોજના ગરીબ સમાજના જન સમુહને અસરકરતા હોય બીપીએલ ૨૦૦૨ નો સમાવેશ કરવા રજુઆતમાં જણાવાયુ છે.

(11:53 am IST)