Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ગારીયાધારના માંડવી ગામના પટેલ આધેડનું કારમાં અપહરણ કરી ૮ શખ્સો ૧૧પ૦૦ લૂંટી નાસી ગયા

ભાવનગર તા. ૩૦ :.. ગારીયાધાર પંથકમાં પટેલ આધેડનું અપહરણ કરી ત્રણ મહિલા સહિત ૮ શખ્સો રોકડા રૂ. ૧૧પ૦૦ લૂંટી રૂ. ૧૦ લાખની માગણી કરી નાસી છૂટયાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ ગારીયાધાર તાલુકાનાં માંડવી ગામે રહેતાં લાલજીભાઇ ધરમશીભાઇ ધાનાણી ઉ.૬ર એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ભરત બચુભાઇ રબારી, ચાર અજાણ્યા શખ્સો તેમજ ત્રણ અજાણી મહિલાઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ર૬-પ નાં રોજ આ તમામે પોતાને બળજબરીથી ફોર વ્હીલમાં  અપહરણ કરી ધાક-ધમકી આપી રૂ. ૧૦ લાખની માગણી કરી પોતાની પાસે રહેતા રૂ. ૧૧પ૦૦ પડાવી લઇ નાસી છૂટયા હતાં.

આ ફરીયાદને આધારે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો. સ.ઇ. કે.એચ. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:51 am IST)