Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ઉનામાં ગેરકાયદે ૧૬ ટન રેતી ભરીને જતા ડમ્પર ચાલક ઝડપાયો

ઉના, તા. ૩૦ : પોલીસે ડમ્પરમાં લઇ જવાતી ૧૬ ટન નદીની રેતીની ખનિજ ચોરી કરી લઇ જતા ૧ એકને રૂ. ૭ લાખ ૩ હજારના મુદામાલ સાથે પકડી પાડયો હતો.

ઉના પંથકમાં નદીની રેતી-ખનિજ ચોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લાખો રૂપિયાની રેતી લીઝ કે પરમીટ વગર વહન કરાતું હોય ઉના પોલીસ સ્ટેશન સ્ટેશનના જમાદાર એમ.આઇ. શેખ તથા સ્ટાફે ઉના તાલુકાના ઉમેજ-પાતાપુર ગામ જતા રોડ ઉપર એક ડમ્પર નંબર જીજે૧૪-ડબ્લ્યુ-૧૩૩૪ને રોકાવી તપાસ કરતા નદીની રેતીથી ભરેલ હોય ડમ્પર ચાલક કરણસિંહ ધમભા ગોહિલ જાતે દરબાર રે. સનખડા તા. ઉના વાળા પાસે રેતીની લીઝ રોયલ્ટી પરમીટ પાસ માંગતા ન બતાવતા ૧૬ ટન રેતી (ખનિજ)રૂ. ૩૮૪૦ તથા ડમ્પરની કિંમત ૭ લાખ રૂપિયા મળી રૂ. ૭ લાખ ૩ હજાર ૮૪૦ના મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગેરકાયદેસર ખનિજ વહન કરી ખનિજ ચોરીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી ઉના કોર્ટમાં રજૂ કરેલ છે. આ રેતી કોને આપવાની હતી તેની માહીતી મેળવી રહ્યા છે.

(11:51 am IST)