Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

તળાજામાં વિશ્વ માસિક આરોગ્ય દિનની ઉજવણી :

તળાજા : સમગ્ર વર્ષ દરમ્યાન જુદા જુદા વિષયો માટે વિશેષ દિવસ તરીેકે ઉજવવામાં આવે છે જે અન્વયે મહીલાઓમાં કિશોરાવસ્થા થી બેસતા માસિક ચક્ર ની  વેજ્ઞાનીક જાણકારી માટે ૨૮ મી મે ને વિશ્વ માસિક આરોગ્ય વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થા સીએસપીસી દ્રારા આ દિવસની  માસિક સ્વાસ્થ્ય મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત રામપરા રોડ પર આવેલા  ગિરનારા સોની સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા ના અર્બન હેલ્થ સેન્ટર ના ડો. હેમાંગીબેન મકવાણા, તાલુકા આરોગ્ય કચેરીના તાલુકા હુલ્થ  વીઝીટર રેણુબેન ઓઝા તેમજ આરોગ્ય ના આઈઇસી અધીકારી કેતનભાઇ પંડયા, મહિલા અને બાળકલ્યાણના તાલુકાકક્ષા મુખ્ય સેવિકા જયાબેન, મહિલા સામખ્ય ના કામાષીબેન તથા સોનલબેન બ્લોક રિસોર્સ સેન્ટર ના બ્લોક રિસોર્સ સેન્ટર ના બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર પંકજભાઇ દવેથા સદવિચાર હોસ્પિટલના ડો. નિશાબેન વાળા મહાનુભવો ઉપસ્થિત રહી સાહભાગી કિશોરીઓ અને મહિલાઓનુ માર્ગદર્શન કર્યુ હતુ. તે તસવીર.

(11:47 am IST)