Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

કચ્છના દરિયામાંથી ૧પ કરોડના હેરોઇનના ૩ પેકેટ મળી આવ્યા!

ડ્રગ્સ પ્રકરણમાં અમુક જથ્થો પાકિસ્તાની કેરીયરો દ્વારા દરિયામાં ફેંકી દેવાયાની બાતમી પરથી ઓપરેશનઃ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સફળ કામગીરીઃ હજુ 'સેટે લાઇટ ફોન'ની પણ પાણીમાં ચાલતી શોધખોળ

ભુજ તા. ૩૦ :.. પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષકએ કચ્છનાં અખાતની સુરક્ષા અંગેની કાર્ય યોજના અન્વયે અને હાલનાં પ્રર્વતમાન સંજોગોમાં આઇ. એમ. બી. એલ. નજીક પકડાયેલ કરોડોના ડ્રગ્સમાંથી અમુક જથ્થો મધ દરિયે ડ્રગ્સ કેરીયરો દ્વારા ફેંકી દીધેલ જે અન્વયે આવા દેશદ્રોહી બનાવો શોધી કાઢવા તેમજ નિર્જન ટાપુઓ ઉપર નજર રાખવાની સુચના આપેલ.

જે અન્વયે  તા. ર૮ ના હેડ કોન્સ. મદનસિંહ લાલુભા જાડેજાને ગુપ્ત બાતમી મળેલ કે સેથવારા બેટનો વેરી ટાપુવાળો ભાગ જે સુગારક્રિકનો કોરી કીકી તરફ જતો નાળ (ક્રીક) જેમાં સુગારક્રીકની ઉતરાદે કિનારે કોઇ શંકાસ્પદ પ્લાસ્ટિકના પેકેટમાં વસ્તુઓ પડેલ છે જે આધારે એન. એમ. ચૌધરી ઇ.પો. ઇન્સ. એસ. ઓ. જી. તથા વી. કે. ખાંટ પો. ઇન્સ. જખૌ મરીન પો. સ્ટે. તથા આર. જે. જાડેજા પો. સ.ઇ. એસ. ઓ. જી. તથા એસ. ઓ. જી. ભુજના એ. એસ. આઇ. વાછીંયાભાઇ એલ. ગઢવી, પો. હેડ કોન્સ. મદનસિંહ એલ. જાડેજા, પો. કો. રઝાકભાઇ એ સોતા, પો.કો. ગોપાલભાઇ જી. ગઢવી સાથે ખાનગી બોટ લઇ જતા મેડીવાળી નાળથી સુગારક્રીક સેથવારા બેટના વેરીવાળા બેટ પાસે ઉતરના કિનારે જઇ સચીંર્ંગ કરતા દરિયામાંથી તણાઇ આવેલ પ્લાસ્ટીકના કુલ ત્રણ પેકેટો મળી આવેલ.

આ જગ્યાએ દરિયામાંથી અમુક વસ્તુઓ  ભરતીના પાણીમાં આવી જતી હોઇ આ પેકેટો પણ ભરતીનાં પાણીમાં તણાઇ આવેલ હોઇ અને એફ. એસ. એલ. અધિકારીશ્રીએ પરિક્ષણ કરતા ત્રણેય પેકેટમાંનો પદાર્થ  હેરોઇન, મોફેઇન, કોકેઇન, હોવાનું પરીક્ષણ દરમ્યાન જણાઇ આવેલ હોય અને આ ત્રણ પેકેટેમાં કુલ વજન ૩ કિલો ૧૦૦ ગ્રામ હોય જેની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત એક પેકેટના પાંચ કરોડ રૂપિયા લેખે કુલ ત્રણ પેકેટની કિંમત રૂ. ૧પ કરોડ ગણી અને સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરવામાં આવેલ છે.

આ બાબતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના વિસ્તારનો હોય નારાયણ સરોવર પોલીસ સ્ટેશને જાણવા જોગ રજીસ્ટર કરાવેલ છે.

આ જાણવા જોગની તપાસ ઇ.પો. ઇન્સ. એન. એમ. ચૌધરી ચલાવી રહ્યા છે. આ મળેલ માદક પદાર્થ અન્વયે ડી. આર. આઇ. સાથે સંકલનમાં રહી તપાસ ચાલ કરાઇ છે.

ગત રર-પ ના જખૌ પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ, ડીઆરઆઇ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરી અલમદીના બોટમાંથી ૬ પાકિસ્તાનીઓ સાથે અંદાજીત ર૩૦ કિલો, ૧૦૦૦ કરોડના બ્રાઉન હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.

આ કિસ્સામાં રીસીવર તરીકે બેટ દ્વારકાના રમઝાન પલાણીની ધરપકડ કરી અન્ય ૧ર જેટલા ભારતીય સામે તપાસ ચાલી રહી છે. દરમ્યાન ડ્રગ્સ લાવનાર પાકિસ્તાની કેરિયરો દ્વારા અમુક ડ્રગ્સનો જથ્થો અને સેટેલાઇટ ફોનને દરિયામાં ફેંકી દેવાયો હતો.

તે વાત બહાર આવ્યા તે વચ્ચે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા કોરીક્રીક વિસ્તારમાંથી ૧પ કરોડની કિંમતના ડ્રગ્સના ત્રણ પેકેટ ઝડપી પાડયા છે.

જો કે ડ્રગ્સ માફીયાઓ દ્વારા ભારતમાં ૧૮૦૦ કરોડનંુ ડ્રગ્સ ઘુસાડયું હોવાનું અનુમાન છે જે પૈકી ૧૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં નાખી દેવાયેલા ડ્રગ્સના જથ્થા ઉપરાંત સેટેલાઇટ ફોનની પણ તપાસ કરાઇ રહી છે.

(3:54 pm IST)