Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ગોંડલમાં સાંઢવાયા ગામના દલીત યુવાનને હડધુત કરી ૧૧ શખ્સોનો ધોકા અને સળીયાથી હુમલો

અકસ્માત બાબતે ડખ્ખો થયા બાદ સમાધાન માટે ભેગા થતા હુમલો થયો

રાજકોટ, તા., ૩૦: ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર સાંઢવાયા ગામના દલીત યુવાનને હડધુત કરી ૧૧ શખ્સોએ ધોકા અને સળીયાથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંંડલના વોરા કોટડા રોડ ઉપર ૪ દુકાન ચોકમાં સુરજ મનસુખભાઇ દલીત (ઉ.વ.ર૧) (રહે. સાંઢવાયા, તા.કોટડા સાંગાણી) ને સમાધાન માટે બોલાવ્યા બાદ હડધુત કરી મોહીત ઉર્ફે મુન્નો પટેલ, પૃથ્વી ઉર્ફે પુથો જોશી, વિજય જાદવ, વિજય સાથે રહેતો ભુરો, સંદીપ બારસીયા, ગોલુ ઉર્ફે જાડો, દિનેશ પાંભર, ભાવીન દોંગા, સોડાવાળા ભાઇ તથા અન્ય બે અજાણ્યા શખ્સો (રહે. બધાય ગોંડલ)એ  લાકડાના ધોકા તથા લોખંડના સળીયાથી હુમલો કરી માર માર્યો હતો. સુરજ સાથે આવેલ વ્યકિતને પણ માર માર્યો હતો.

અગાઉ થયેલ અકસ્માત બાબતે દલીત યુવાનને સમાધાન માટે બોલાવી ઉકત શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ૧૧ શખ્સો સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે રાયોટ અને એટ્રોસીટી સહીતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)