Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ભાવનગરમાં ઉપરા-ઉપરી આગના બે બનાવોઃ લાખોનું નુકશાન

કુંભારવાડામાં ભંગારનો ડેલો સળગ્યો અને વડવા વિસ્તારમાં ઈલેકટ્રીકની દુકાન ખાખ

ભાવનગર, તા. ૩૦ :. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આગના બનાવો વધતા તંત્રવાહકોમાં દોડધામ મચી છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ભાવનગરમાં આગ લાગવાના બે બનાવો ઉપરા-ઉપરી બનતા ફાયરબ્રીગેડમાં દોડધામ મચી હતી.

મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ પાસે અબુભાઈ ડેલામાં (વીઆઈપીનો ડેલો) ભંગારના ડેલામા આજે રાત્રે વિકરાળ આગ ભભુકી ઉઠતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ કાબુમાં લીધી હતી.

જ્યારે આજે પણ ભાવનગરમાં આગનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના વડવા વિસ્તારમાં ઈલેકટ્રીક દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી.

ભાવનગરમાં આગના બનાવો વધી રહ્યા છે. શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રેલ્વે ક્રોસીંગ પાસે અશ્વિનભાઈ કાંતીભાઈ મકવાણાની માલિકીની ક્રિષ્ણા ઈલેકટ્રીક નામની દુકાનમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લીધી હતી.

(11:41 am IST)