Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

કાલાવડના ધૂન ધોરાજી ગામે કુવામાં ન્હાવા પડેલ યુવકનું ડૂબી જતા મોત

જામનગર તા. ૩૦ :.. કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામે રહેતા મોસમભાઇ અકબરભાઇ બાખોલીયાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, રૂકમુદિન પપ્પુખાન નાઇ (ઉ.૧૯) દીલીપભાઇ તાળાની વાડીએ કુવામાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મરણ ગયેલ છે.

ખોડીયાર કોલોનીમાં કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

એલ. સી. બી. શાખાના ભગીરથસિંહ એ. સરવૈયાએ ખોડીયાર કોલોની પાસેથી મેહુલગીરી નવીનગીરી ગૌસ્વામી ઉ.ર૪ ને તેની કાર નંબર જી.જે.-૧૦-કેયુ-૩૧૦૧ માં ગેરકાયદેસર ઇગ્લીશ દારૂની ૧પ બોટલો કિંમત રૂ. ૬૦૦૦ તથા કાર કિંમત રૂ. ર,પ૮,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો જયારે સપ્લાય કરનાર રવી પાઠક નાસી ગયો હતો.

બાવડીવદરમાં હૂમલો

જામજોધપુર તાલુકાના બાવડીદર ગામે રહેતા ભીમાભાઇ ચનાભાઇ બેરા ઉ.૩૬ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ભીમજીભાઇ ખીમાભાઇ બેરા, જાનાબેન ભીમજીભાઇ બેરા અને સાગર ભીમજીભાઇ બેરાએ એક સંપ કરી લાકડી, કુહાડી વડે ફરીયાદીના પત્નિ મલીબેનને ઉપર હૂમલો કરી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

મોબાઇલ લઇ નાસી ગયાની રાવ

કાલાવડ તાલુકાના મોટી લાખાણી ગામે રહેતા રાજપાલસિંહ કિશોરસિંહ જાડેજા ઉ.૧૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મામલતદાર કચેરીના ઢાળીયા પાસે એકટીવા મોટર સાયકલ નંબર જીજે-૩-એલ.એ. ૪૪૩૦ નો ચાલક ફરીયાદીનો મોબાઇલ ફોન કરવા માંગી મોબાઇલ કિંમત રૂ. પ હજાર તથા મોબાઇલ કવરમાં રાખેલ રોકડ રૂ. ૬ હજાર મળી કુલ રૂ. ૧૧ હજારનો મુદામાલની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ છે.

(11:36 am IST)