Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

માંડવી હાઇવે પર માવજી તળાવ પાસે નખત્રાણાના મથલ ગામના ટ્રક ડ્રાઈવર યુવકએ કર્યો આપઘાત

તળાવ પાસે ઝાડ સાથે રસ્સો બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ઘેરાશોકની લાગણી

નખત્રાણા તાલુકાના મથલ ગામે રહેતા અને ટ્રકમાં ડ્રાઈવિંગ કરતા યુવાને ભુજ – માંડવી હાઇવે પર આવેલા માવજી તળાવ પાસે ઝાડ સાથે રસ્સો બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો શોકાતુર બન્યા હતા.

નખત્રાણા તાલુકાના મથલ ગામે રહેતા અને ટ્રક ઉપર ડ્રાયવિંગ કરતા ખેતાભાઈ જેઠાભાઈ ભદ્રુ (ઉ.વ. ર૪) આત્મઘાતી પગલું ભર્યું હતું. ખેતાભાઈએ પોતાના કબ્જાની ટ્રકને માવજી તળાવ પાસે પાર્ક કરીને બાજુમાં આવેલ કોઈ ઝાડ સાથે કોઈ અગમ્ય કારણોસર રસ્સો બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ખેતાભાઈએ કયા કારણે આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

(11:32 am IST)