Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

રાપરના ગાગોદર ગામે ૩૦૦ કાચબાના મોત-હજી ૧૦૦૦ જેટલા કાચબા સંકટમાં

ભુજ, તા. ૩૦: રાપરના ગાગોદર મધ્યે આવેલ તળાવ કાચબાઓ માટેનું આશ્રયસ્થાન છે. પણ, અત્યારે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને પગલે ગાગોદરના તળાવનું પાણી સુકાઈ જતા ૩૦૦ જેટલા કાચબાઓના મોત નિપજયા છે. ગાગોદરના રાજબાઈમાં તળાવમાં સાગમટે નિપજેલા કાચબાઓના મોત અંગે પૂજારી દીપકગીરી ગોસ્વામીએ ગ્રામજનોને જાણ કરી હતી. જેને પગલે ગ્રામજનોએ તપાસ કરતા એ જાણવા મળ્યું હતું કે, હજી ૧૦૦૦ જેટલા કાચબાઓ કીચડમાં છુપાઈને પોતાનો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. મૃત્યુ પામેલા કાચબા ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ છે. રાજબાઈ માતાજીનું મંદિર વન્ય વિસ્તારમાં આવેલું હોઈ અહીં વન્ય પશુ પક્ષીઓ વધુ જોવા મળે છે.  અગાઉ અહીં ૩૦ જેટલા મોરના ઝેરી ઘઉં ખાવાથી નિપજયા હતા.

(10:14 am IST)