Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

જસદણ સાધુ સમાજ દ્વારા કાલથી ધર્મોત્સવઃ પંચવિધ કાર્યક્રમો

શિવપરિવાર પ્રતિષ્ઠા, શોભાયાત્રા, ધર્મેસભા સન્માન સમારોહ અને લોકર્પણનાં કાર્યક્રમોઃ સમાધિ સ્થાન સાતદેરીનાં જીર્ણોદ્વાર બાદ ભવ્ય મહોત્સવ

જસદણ, તા.૩૦: જસદણના સાધુ સમાજના સમાધિ સ્થાન સાત દેરી ખાતે લાખો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ઘાર બાદ ભવ્યતાથી પંચવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો આપતા મહંત શ્રી વિક્રમગીરીજી ગુરુદેવગિરિજી મહારાજે જણાવ્યું હતું કે જસદણ પંથકના દશનામ ગોસ્વામી સમાજ તથા વૈષ્ણવ માર્ગી સાધુ સમાજના સમાધિ સ્થાન સાત દેરી ખાતે લાખો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ઘાર તેમજ વિકાસ કર્યા બાદ તારીખ ૩૧ - ૫ થી બે દિવસનો ભવ્ય મહોત્સવ યોજાશે. જેમાં નૂતન મંદિરમાં શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ધર્મસભા, સન્માન સમારોહ, સહિતના કાર્યક્રમો યોજાશે. તા.૩૧ - ૫ ને શુક્રવારે સવારે હેમાદ્રી પ્રયોગ, ગણપતિ પુજન, બ્રાહ્મણ પૂજન, મંડપ પ્રવેશ વગેરે બાદ બપોરે અગ્નિ સ્થાપન, મૂર્તિ શોભાયાત્રા, રામધુન, સુંદરકાંડ, શકિતપાઠ,પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. તા. ૧ - ૬ ને શનિવારે આ મહોત્સવની અતિ ભવ્ય શોભાયાત્રા સવારે ૮- ૩૦ કલાકે નવા બસ સ્ટેન્ડ સામે ગાયત્રી મંદિરેથી શરૂ થઈને મોતી ચોક,  મેઇન બજાર, ટાવર ચોક, જુના બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ થઈ સાત દેરી ખાતે કાર્યક્રમ સ્થળે પહોંચશે. જયાં ધર્મસભા, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશે.

 આ સમારોહના અધ્યક્ષ સ્થાને જૂનાગઢના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ તેમજ ઉપાધ્યક્ષ પદે બ્રહ્મદેવજી મહારાજ અને બાલંબા દેવીજી, પ્રમુખ સ્થાને મહંત ચંચળગિરિજી અને સમારોહના ઉધ્દ્યાટક તરીકે સહજાનંદ ગિરિ મહારાજ,મહેન્દ્ર ગિરી મહારાજ, શ્રદ્ઘાનંદ ગિરિ મહારાજ અને ધર્મસભામાં સુખદેવ દાસજી મહારાજ મુકેશગિરી બળવંતગિરી કૈલાસગીરી, આંબરડીના કમા ભગતજી જસદણના મહંત રામચંદ્રદાસજી બાપુ, અમરાપુરના વસંતગીરીબાપુ, સાધુ સમાજના અગ્રણી ઓતમગીરીબાપુ, વૈષ્ણવ સાધુ સમાજના મહેશભાઈ મેસવાણિયા, ત્રિકમદાસ બાપુ કિશોરગિરિ રતીગીરી ગોસાઈ, પ્રેમ ગીરીબાપુ, ચકાભાઇ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેશે. બે દિવસના આ સમારોહ દરમિયાન જીર્ણોધાર કરેલા શિવમંદિરમાં શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, વિવિધ આગેવાનોનો સન્માન તથા પ્રવેશ દ્વાર અને સભામંડપનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં તારીખ૧-૬ ને શનિવારે બપોરે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પ્રસંગ પાર્ટી પ્લોટ લાતી પ્લોટ ખાતે હજારો લોકો માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમારોહમાં પ્રેમગીરી કાશીગીરી, ત્રિકમદાસ ગોંડલીયા, રામગીરી દોલતગીરી, કિશોરગિરિ રતીગીરી, પ્રતાપગીરી મહારાજ ગીરી, ભજનિક કિશોરગીરી, અશોકભારતી ઉમેદભારતી, સંજય ગીરી કૈલાસગીરી, નરોત્ત્।મદાસ ચતુરદાસ, કપિલગીરી બીપીનગીરી ગોસ્વામી, જેન્તીભાઈ હાદાભાઇ, રસિકગીરી નવલગીરી વગેરેનું વિશેષ સન્માન કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી આ સમારોહમાં સાધુ સમાજના અનેક સંતો-મહંતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે.

જસદણના સાધુ સમાજમાં ઐતિહાસિક કહી શકાય તેવા આ કાર્યક્રમમાં સમસ્ત સાધુ સમાજ સહિત તમામ જ્ઞાતિ સમાજના લોકોએ ઉપસ્થિત રહેવા મહંત શ્રી વિક્રમગીરી મહારાજ તેમજ મહંત જાનકીગીરી, મહંત જગતગિરી અને જસદણ વિછીયા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ તથા જસદણ વૈષ્ણવ સાધુ સમાજ અને જસદણ (સોમનાથ) ભંડારા મંડળ તેમજ સમસ્ત સેવક પરિવારે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. ઘેલા સોમનાથ મંદિરના મહંત વિક્રમ ગીરી મહારાજની આગેવાનીમાં મનોજભાઈ, કપિલભાઈ, અમિતભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ, પ્રેમગીરી, કાનાભાઈ, પ્રતાપભાઈ સહિતના યુવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(10:11 am IST)