Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમી યથાવત

મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા.૩૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમી યથાવત છે. મહતમ તાપમાન સતત ઉંચકાતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : હવામાનમાં ફરતો આવ્‍યો હોય તેમ જુનાગઢના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં સવારે વાતાવરણમાં ઠંડક રહી હતી. ગઈકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી રવિવારતુ અને વાતાવરણમાં ભેદ નું પ્રમાણ ૫૨્રુ અને પવનની ગતિ ૫.૬ કિલોમીટરની રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી ઘટીને ૨૨.૩ ડીગ્રી નોંધાયું હતું તેના બદલે ઠંડક પ્રસરી ગઈ હતી. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૭ ટકા થયું હતું. આ સાથે પવનની ગતિ કલાકની ઝડપ ૫.૫ કિલોમીટરની રહી હતી. આમ સવારે તાપમાન ઘટવાની સાથે ભેજ વધતા બફારો અસહ્ય બન્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સ઼શોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન  ર૩.પ, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮૮ ટકા, પવનની ગતિ ૧૦.૭ કિ.મી. રહી છે.

(1:16 pm IST)