Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ખંભાળીયાના દારૂના બે ગુન્‍હામાં ફરાર બિલેશ્વરનો શખ્‍સ ઝડપાયો

ખંભાળીયા તા. ૩૦ :.. વિદેશી દારૂના અલગ અલગ બે ગુન્‍હાના કામેના છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા (૧) બધાભાઇ વેજાભાઇ મોરી (ઉ.૩૦) ધંધો માલધારી, મજુરી રહે. ગંડીયા વાળાને બીલેશ્વર તા. રાણાવાવને પકડી પાડેલ છે.

આ કામગીરી (૧) પોલીસ ઇન્‍સ્‍પેકટર બી. જે. સરવૈયા, (ર) પો. હેડ કો. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (૩) જેઠાભાઇ સોમાભાઇ પરમાર, (૪) દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા, (પ) વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા (૬) પો. કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી હતી.

(1:10 pm IST)