Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

જામનગરમાં શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ ઝઘડી પડયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કાસીમ સાજીદભાઈ મહુર, ઉ.વ.ર૩, રે. વાઘેરવાડો, બચુનગર, મોટા આશાપુરા મંદિર પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કાસીમ જનતા કરીયાણા વારાની દુકાન પાસે શાકભાજીની રેકડી રાખી વેપાર ધંધો કરતા હોય ત્‍યારે આરોપીઓ નઈમ ઉર્ફે નઈમો યુસુફભાઈ ગોળવાળા, શબીર ઉર્ફે શબલો યુસુફભાઈ ગોળવાળા, મહમદ ઉર્ફે મમલો હાંડી  અવાર નવાર ફરીયાદી કાસીમની રેકડી પર આવી રેકડી દુર ખસેડી અને પોતાની ડુંગરીન રેકડી રાખી ફરીયાદી કાસીમને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી અને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશુ એવી ધમકીઓ આપતા હોય અને આરોપીઓ એકસંપ કરી ફરીયાદી કાસીમને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

 દુકાનોના તાળા ફંફોળતો ઝડપાયો

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ચાંદની ચોકમાં આરોપી રમેશભાઈ રાવજીભાઈ વજેવાડીયાએ રાત્રીમાં અંધારામાં લપાતો છુપાતો ઘરના તથા દુકાનના તાળા તપાસતો શંકાસ્‍પદ હાલતમાં મીલ્‍કત સબંધીનો ગુનો કરવાના ઈરાદે મળી આવેલ છે.

હાપા ગામે બોટલ સાથે ઝડપાયો

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ચાંદની ચોક પાસે, તા.જિ.જામનગરમાં આરોપી પ્રકરણ દેવશીભાઈ સુરાણી એ દારૂની  બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ખોજાનાકે આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેષભાઈ રાણાભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે ખોજાનાકા ખીરા ગેરેજની સામે, માધવ વાડીની બાજુમાં રોડ ઉપર આરોપી મહમદયુસુફ ઉર્ફે દરબાર વલીમામદભાઈ દરજાદા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કિશાન ચોકમાં આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક, મકરાણી કબ્રસ્‍તાનની બાજુમાં રોડ ઉપર આરોપી હુશેનભાઈ ઉર્ફે હુશી જમાલભાઈ શેખ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર રમતી બે મહિલા સહિત ચાર ઝડપાયા

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર સાયોના શેરી, ખોડીયાર ડેરી વાળી ગલીમાં આરોપી વિજયભાઈ રમેશભાઈ બારૈયા, રવીભાઈ હિંગળાજભાઈ લીલાપરા, ચંપાબેન  હિંગળાજભાઈ લીલાપરા, ભાવનાબેન વિજયભાઈ રમેશભાઈ બરૈયા એ રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૪૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:25 pm IST)