Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

લાલપુરના મોટી રાફુદળ ગામે ૬૬ હજારના દારૂ સાથે બે શખ્‍સો ઝડપાયા

દારૂ સપ્‍લાયર ચોટીલાના કાઠી શખ્‍સની શોધખોળ

જામનગર,તા. ૩૦: લાલપુર તાલુકાના મોટીરાફુદળગામ ની સીમમાં અનવરભાઇ બેગની કબ્‍જાની વાડી માંથી આરોપીઓ (૧) અનવરભાઇ ઉર્ફે અનીયો અબ્‍દુલભાઇ બેગ તથા (૨) માલાભાઇ ઉર્ફે માલદે હીરાભાઇ પંડત રહે. દલતુંગીગામ તા.લાલપુર વાળાઓના કબ્‍જા માંથી ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ- ૧૬૬ કિ.રૂ. ૬૬,૪૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૫,૭૬,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્‍લાય કરનાર ભરતભાઇ કાઠી રહે. ચોટીલાવાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્‍પેશભાઇ મૈયડ, ધમેન્‍દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(2:06 pm IST)