Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

સ્‍ટંટ કરી રિક્ષા ચલાવતા જામનગરના બે ચાલક ઝબ્‍બે

ખંભાળીયા, તા.૩૦: ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.જે.સરવૈયા દ્વારા મોબાઇલ ઇન્‍સ્‍ટાગ્રામ એપ્‍લીકેશનમાં "Halar_update_news નામના ઇન્‍સ્‍ટાગ્રામ પેજ ઉપર બે ઓટો રીક્ષા ચાલકો પોતાની રીક્ષાઓ પુરઝડપે ચલાવી સ્‍ટંટ કરતા તથા મોતનો ખેલ કરતા હોય જે બનાવ ખંભાળીયા પોલીસ સ્‍ટેશનની હદમા આવેલ દ્વારકા થી જામનગર જતા નેશનલ હાઇવે રોડ ઉપર દાત્રાણા પાટીયા થી વડત્રા પાટીયા વચ્‍ચે બનેલ હોવાનુ જણાય આવતા પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.જે.સરવૈયા દ્વારા જાતેથી ફરીયાદ દાખલ કરાવેલ બાદ જીલ્લા ટ્રાફીક પો.સ.ઇ. વી.એમ.સોલંકી તથા ટ્રાફીક પો.સ્‍ટાફ તથા ખંભાળીયા પો.સ્‍ટાફ સાથે મળી જરૂરી વર્ક આઉટ કરી બન્ને ઓટો રીક્ષા નં.(૧) જીજે-૧૦-ટીઝેડ- ૧૨૬૨ તથા નં.(૨) જીજે-ટીઝેડ-૧૭- ૧૩૮૪ વાળીના રીક્ષા ચાલકો (૧) સાજીદભાઇ આમદભાઇ માકોડા ઉવ.૩૩ (ર) બસીરભાઇ યુસુફભાઇ સમા ઉવ.૨૨ રહે.માજોઠી નગર-૧, રેલ્‍વે સ્‍ટેશન પાછળ જામનગર- ને પકડી પાડેલ છે.

કામગીરી (૧) પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.જે.સરવૈયા (ર) પો.સબ.ઇન્‍સ. વી.એમ.સોલંકી (૩) પો હેડ.કોન્‍સ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, જયમીનભાઇ મહેન્‍દ્રભાઇ ડોડીયા, ખીમાણંદભાઇ પબાભાઇ આંબલીયા (વડત્રા આ.પો), જેઠાભાઇ સોમાભાઇ પરમાર, દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિહ નટુભા જાડેજા, કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી હતી.

(1:03 pm IST)