Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

જુનાગઢમાં ૭ વર્ષની ફાતિમા પઠાણે રોઝુ રાખ્‍યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૩૦ : પાક રમઝાન મહિનાની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. જુનાગઢ મધુર સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને સબિહાબેનની નવાસી ફાતિમાંએ આજે માત્ર સાત વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી પાક પરવરદિગારની બંદગી કરી, વિશ્વ કલ્‍યાણ, વતનની તરક્કી અને માનવ માનવ વચ્‍ચે એકતા રહે તેવી દુઆ કરી હતી. પપ્‍પા સલમાનખાન, મમ્‍મી સગુફતાબેન, દાદા ઈઝાઝખાન, દાદી સાહિસ્‍તામાં, અને પરિવારજનોએ ફાતિમાને આ પ્રસંગે દુઆઓ આપી પરવરદિગાર પાસે રહેમની દુઆ કરી હતી.

(1:26 pm IST)