Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ભાવનગરમાં જુની અદાવતે બે જુથો વચ્‍ચે મારામારીઃ વાહનોમાં તોડફોડ

ભાવનગર તા.૩૦  મિલેટ્રી સોસાયટી વિસ્‍તારમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્‍ચે મારામારી સર્જાતા બંને જુથોના યુવાનોને ઈજા પહોંચી હતી. વાહનમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્‍ત યુવાનોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયેલ છે.

 નિર્ભયસોસાયટી પ્‍લોટનં-૯૪/એ મા રહેતા રવિરાજ રાજેન્‍દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૩ ને થોડા દિવસ પહેલા આજ વિસ્‍તારમાં રહેતા જયવિર પરમાર નામના શખ્‍સ સાથે માથાકૂટ થઈ હોય આ અદાવતની દાઝ રાખી ગતરોજ ચિત્રા-સિદસર રોડપર આવેલ ક્રાઈસ્‍ટ સ્‍કૂલ સામે આવેલ ચામુંડા પાનના ગલ્લે રૂપી બી મોરી પરમવિર પરમાર જયવિર પરમાર તથા જયવિર ના મામા એ રવિરાજ સાથે ઝઘડો કરી લાકડી-પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી મારમારી રવિરાજ તથા તેના મિત્રની બાઈક ની તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્‍ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

જયારે સામા પક્ષે જયવિર લક્ષ્મણભાઈ પરમારે ઉ.વ.૨૨ રે.ગૌતમેશ્વરનગર-૨ પ્‍લોટ નં-૬૮ ચાત્રા બેંકકોલોની વાળાએ રવિરાજ ગોહિલ,બ્રિજરાજ ઉર્ફે કાનભા-શામપરા ગોહિલ, કળષ્‍ણરાજ રાઠોડ તથા એક અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિરાજ તેના મિત્રો સાથે તેના ઘર પાસે દારૂની પાર્ટી કરી એલફેલ બકવાસ કરતો હોય આથી તેને ટપારતા આ ચારેય શખ્‍સોએ આ વાત ની દાઝ રાખી ગતરોજ ચામુંડા પાનના ગલ્લે ઝઘડો કરી તેના તથા તેના મિત્રો પર પાઈપ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્‍ત યુવાન તથા તેના મિત્રો ને સારવાર અર્થે સર ટી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જયાં સારવાર બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)