Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ઉપલેટામાં મચ્‍છરોનો ઉપદ્રવ

નગરપાલિકા સત્‍વરે સમસ્‍યાનો નિકાલ કરે તેવી લોકમાંગણી

ઉપલેટા તા.૩૦ : હાલ ત્રિવીધ ઋુતુ જેવો માહોલ ચાલી રહયો છે ત્‍યારે આ ઝ્‍તુમાં છેલ્લા ઘણા દિવસોથી ઉપલેટાની જનતા મચ્‍છરોના અસહય ત્રાસ અને તેને કારણે બિમારીના સકંજામાં દિવસે દિવસે વધુ સપડાઈ રહયા છે આ સમસ્‍યાને કારણે લોકોમાં મચ્‍છર જન્‍ય રોગોની બિમારીઓ ઘરે ઘરે ઘર કરી રહી છે ઉપરાંત અસહય મચ્‍છરના ત્રાસ ના કારણે લોકોને પણ ઉનાળાના સમયમાં રાત્રી ના ટહેલવાના સમયે બજારમાં નિકળતી વેળાએ મચ્‍છરોનો ત્રાસ સહન કરવો પડી રહયો છે તેવી છેલ્લા ઘણા દિવસોથી રાવ ઉઠી રહી છે ત્‍યારે આ સમસ્‍યાનું જવાબદાર તંત્ર વહેલીતકે નિકાલ કરે તેવી રોષ સાથે ઙ્કબળ લોકમાગણી ઉઠવા પામી છે.

શહેરમાં હાલના સમયમાં વાઇરલ ઇન્‍ફેકશન તેમજ રોગોનો ઉપદ્રવ રોજબરોજ વધી રહયો છે અને લગભગ તમામ થરોમાં માંદગી ઘર કરીને બેસી ગઇ હોય તેવી પણ બાબતો દિનપ્રતિદીન સામે આવી રહી છે પરંતુ જવાબદાર તંત્ર મચ્‍છરોના ત્રાસને દુર કરવા માટે કોઇપણ પ્રકારની તસ્‍દી કે કાર્યવાહી નથી કરી રહી તેવી પણ જનતા રોષ વ્‍યક્‍ત કરી રહી છે  તંત્ર મચ્‍છરોના આ ત્રાસ અને મચ્‍છર જન્‍ય રોગો નો તાત્‍કાલીક નિકાલ કરે અને લોકોના આરોગ્‍યની તેમજ માનવતા ભાઁ કાર્યેની જવાબદારી પુર્ણ કરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે આ બાબતે જો આ નિકાલ વહેલીતકે નહી કરવામાં આવે તો લોકો આ અંશે તંત્ર સામે બાઁયો ચડાવશે તેવું જાણવા મળેલ છે.

 

(12:18 pm IST)