Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

વાંકાનેર વિધાનસભાના ર૭ ગામોના રોડ-રસ્‍તાના પ૦ કરોડના કામ મંજુર કરાવતા ધારાસભ્‍ય

વાંકાનેર તા. ૩૦ :.. ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓની હાલત ખરાબ હોય તે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીના ધ્‍યાને આવતા અને તેમને ટેકેદારો કાર્યકરો આગેવાનોની રજૂઆતોને ધ્‍યાનમાં લઇને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કુલ ર૭ ગામોના આશરે પ૦ કરોડ (૪૯ કરોડ ૧૦ લાખ) રૂપિયાના રોડ રસ્‍તાના કામ મંજૂર કરાવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના ૧પ ગામોમાં આશરે ૧૯ કરોડ ૮૦ લાખ અને કુવાડવા વિસ્‍તાર એટલે કે રાજકોટ તાલુકાના ૧ર ગામોમાં આશરે ર૯ કરોડ ૩૦ લાખના કામો મંજૂર કરાવેલ છે.

વાંકાનેર તાલુકાના ગામોમાં મેસરીયા વિનયગઢ રોડ, લૂણસર-ચીત્રખડા એપ્રોમ રોડ, એસ. એચ. થી વીડી ભોજપરા રોડ, લીંબાંડા-ખંભાડા રોડ, સિંધાવાદર-અશરફનગર રોડ, વાંકાનેર-ધમલપર લૂણસરીયા રોડ, એસ. એચ. થી નવા કણકોટ (કણકોટ-ર), દીધલીયા, શેખરડી રોડ, કોઠારીયા-જડેશ્વર રોડ, એસ. એચ. થી સમથેરવા એપ્રોચ રોડ, માટેલ-જમસર-વરડૂસર રોડ, એન. એચ. થી વઘાસીયા એપ્રોચ રોડ, મહીકા કાનપર રોડ, કેરાળા લુણસરીયા રોડ, જાલસીકાથી પીપરડી રોડનો સમાવેશ થાય છે.

પોતાના ગામના રોડ રસ્‍તાના કામ મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીને અભિનંદન સાથે આભાર વ્‍યકત કરી રહ્યા છે.

(1:22 pm IST)