Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને કોરોના પોઝીટીવ : હોમ કવોરન્ટાઇન

(વિનુ જાષી દ્વારા) જૂનાગઢ ,તા.૩૦: જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં.૧૧ના ભાજપના કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ મશરૂને ગઈરાત્રે તાવ આવતા તેઓનો સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવેલ જે પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે. તેઓનું સીટીસ્કેન કરાવતા ફેફસામાં ઈન્ફેકશન થયાનું જાણવા મળે છે. તબીબી સારવાર હેઠળ તેઓ પોતાના નિવાસસ્થાને આઈસોલેટ થયા છે. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું અને ડોકટરોની સીધી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યાનું પણ જાણવા મળે છે.

(12:40 pm IST)