Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મતદાન જાગૃતિ માટે જામનગર જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 65 હજાર પોસ્ટકાર્ડ લખાયા

 

જામનગરઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાન અંગે જાગૃતી માટે  જામનગર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓ દ્વારા  65 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

  ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે. પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બતાવી મતદાનથી દૂર ભાગતા હોય છે. તેથી લોકશાહીમાં તમામ લોકો મતદાન માટે આગળ આવે તે જરુરી છે. તે માટે જામનગરની વિવિધ શાળઓના વિદ્યાર્થિઓએ પોતાના માતા-પિતાને સંબોધીતપત્રો લખી મતદાન કરવા પ્રેરણા આપી હતી.

(1:07 am IST)