Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અમરેલીના દામનગરની ભુરખિયા ચોકડી પાસેથી કારમાંથી 50 લાખની રોકડ ઝડપાઇ

ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે આઈટીને પણ જાણ કરતા તપાસમાં જોડાયું

અમરેલી: લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરાઈ છે ત્યારે અમરેલીના દામનગરની ભુરખિયા ચોકડી પાસેથી ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે એક કારમાં 50 લાખની રોકડ ઝડપી પાડી છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ચૂંટણી તંત્રના અધિકારીઓ સહિત આઇટી વિભાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

   દામનગરની ભુરખિયા ચોકડી પરથી એક કારમાંથી ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોડની ટીમે 50 લાખ રૂપિયા ઝડપી પાડ્યા હતા. પોલીસ સહિત અન્ય ટીમ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. દામનગર બેંકમાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. અને આ રૂપિયા ઢસા જીનીંગ મિલના હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

   અમરેલીમાંથી 50 લાખ જેટલી મોટી રકમ આચાર સંહિતા દરમિયાન ઝડપાતા રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ પણ આ તપાસમાં જોડાયું હતું.

 

(11:04 pm IST)