Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગરમાં ભંગારની આડમા સોનાની દાણચોરી

કેન્દ્રીય તપાસનીશ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટઃ સાંજ સુધીમાં કડાકા -ભડાકા

જામનગર તા. ૩૦ : જામનગરના જીઆઇડીસી ફેસ-૩ ની એક પેઢીમાં ગઇકાલે સાંજે ડીઆરઆઇ સહિતની કેન્દ્રિય તપાસનીશ એજન્સીઓએ અચાનક જ રેઇડની કાર્યવાહી કરી છે. આ પેઢી દ્વારા વિદેશથી મંગાવાતા પીતળના ભંગારની આડમા દાણચોરીથી સોનુ મંગાવાતું હોવાની આશંકાથી તપાસ શરૂ થઇ છે જેની વધુ વિગતો આજ સાંજ સુધીમાં જાહેર થશે તેમ લાગી રહ્યું છે.

જામનગરના જીઆઇડીસી ફેસ-૩ વિસ્તારોમાં કાર્યરત બ્રાસપાર્ટની એક પેઢી દ્વારા વિદેશથી મંગાવતા ભંગારના જથ્થા સાથે દાણચોરીથી સોનુ પણ મંગાવાતું હોવાની આશંકા વચ્ચે ગઇકાલે સાંજે કેન્દ્રિય તપાસ એજન્સીઓ જામનગરમાં ત્રાટકી છે. ભારે ગૂપ્તતા વચ્ચે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં આજ સાંજ સુધીમાં મોટા કડાકા-ભડાકા થવાની શકયતા જોવાઇ રહી છે.

જામનગરના જીઆઇડીસી. ફેસ-૩ માં આવેલી બ્રાસપાર્ટની એક મોટી પેઢીમાં ગઇકાલે સાંજે આવેલી એક મોટરને કેન્દ્રિય એજન્સીના વોચમાં રહેલા સ્ટાફે રકાવી તે મોટરની તલાસી લેતા તેમાંથી કેટલુંક સાહિત્ય મળી આવ્યું છે. જેના પગલે વિદેશથી ભંગારની આડમાં સોનાની દાણચોરી થતી હોવાની અને તેની વિગતો કેન્દ્રિય એજન્સીઓ સુધી પહોંચ્યાની ચર્ચા ઉઠી છ.ે

તે વિગતો મળ્યા પછી મોટરમાંથી મળેલા સાહિત્યમાં પિતળની આડમાં થતી સોનાની આયાત ઝડપાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે તપાસનીસ એજન્સીઓએ આ બાબતમાં કઇ જણાવ્યું નથી  જેના કારણે ભારે ગુપ્તતા વચ્ચે કરાયેલા આ ઓપરેશનની આજ સાંજ સુધીમાં વિધિવત જાહેરાત થશે તેમ લાગી રહ્યું છ.ે

(3:36 pm IST)