Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રાજુલા એસબીઆઇમાં દોઢ લાખની જાલીનોટ ધાબડી જતા ફરિયાદ

અમરેલી તા.૩૦: રાજુલા એસબીઆઇમાં નોટબંધી દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ ૧૦૦૦ના દરની ૧૦૫, ૫૦૦ના દરની ૮૫, ૧૦૦ના દરની ર જાલી નોટ કિ.રૂ. ૧,૪૪,૭૦૦ની ધાબડી ગયાની ફરિયાદ બેંક મેનેજર તેજસ કુમાર રાવલ દ્વારા થવા પામી હતી.

રેતી ચોરી કરતા ઝડપાયો

ચલાલાના ધારગણીમાં રોયલ્ટી વગર અશોક ઉર્ફે હક્કો નાગજી ગોંડલીયા નામનો શખ્સ ટ્રેકટર ટ્રોલી, તગારા, રેતી મળી કુલ કિ.રૂ. ૨,૫૩,૭૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો.

જાફરાબાના લુણસરપુરમાં મોબાઇલની ચોરી

જાફરાબાદના લુણસરપુરમાં મોટર સાયકલની ટુલ બોકસમાં રાખેલ ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૭૦૦૦નો કોઇ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં રાજકિશોર ડેડાણીયા રે. રાજુલા મુળ ઉપલેટા દ્વારા થવા પામી હતી.

ડેડાણામાં તમંચા સાથે ઝડપાયો

રાજુલાના ડેડાણામાં જીવાપર જવાના માર્ગે રાજુલાના કોહીનુર હોટલ પાસે રહેતા ધનિષ રાજુ ગોસ્વામી નામના શખ્સને પોલીસે દેશી બનાવટનો તમંચો નંગ-૧ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

આપઘાત

અમરેલીમાં શિવનગર પેટ્રોલપંપ પાછળ રહેતી જાગૃતિ બેન સુરેશભાઇ જોષી ઘરકામ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

(3:35 pm IST)