Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગર જેલમાંથી કેદી ફરાર

જામનગર તા. ૩૦ : સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જેલ સહાયક અશ્વિનભાઈ મહાશંકરભાઈ જાની એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૩–૧૯ ના જિલ્લાના કમ્પાઉન્ડમાં આ કામનો આરોપી ભરતભાઈ રાણાભાઈ કેર (પાકા કૈદી નં.ર૧પ૬૯) વાળો કાયદેસરની કસ્ટડીમાંથી ફરજ પરના ફરીયાદી અશ્વિનભાઈની નજર ચુકવી નાશી જઈ ગુનો કરેલ છે.

કૂતરૂ આડુ ઉતરતા મોટર સાયકલ  સ્લીપ થતાં ચાલકનું મૃત્યુ

અહીં રણજિતસાગર રોડ પર આવેલ પ્રણામી નગરમાં રહેતા રામાભાઈ સામતભાઈ ભસાણી ઉ.વ. ૪૮ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૯ ના રોજ તેમનો પુત્ર કિશન ઉ.વ. ર૧ તેમના બહેન તથા મંગેતર સાથે પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–ડીસી–૪૪૯૪ લઈ ઘરેથી ગલપાદર ગામે મોગલ માતાજીના દર્શને જવા નીકળેલ અને વડપાચસરા ગામથી આગળ રસ્તામાં ગોલાઈ ઉપર અચાનક કૂતરુ આડુ ઉતરતા મોટર સાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઈજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

ઈલેકટ્રીક શોર્ટ લાગતા  ૯ વર્ષના ભાવિનનું મૃત્યુ

જામનગર તાલુકાના ધુંવાવ ગામે રહેતા ભરત ભનજીભાઈ સોનગરા ઉ.વ. ૩૮ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૯ ના રોજ તેમનો ૯ વર્ષનો દિકરો ભાવિન ઈલેકટ્રીક મોટરની સ્વીચ ચાલુ કરવા જતાં શોર્ટ લાગતા નીચે પડી ગયેલ સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરેલ હતો.

રેકડી રાખવાની ના પાડતા  ૪ શખ્સોએ માર માર્યાની રાવ

અહીં જુના રેલ્વે સ્ટેશન ભીમવાસ–૧ એ માં રહેતા ઈસ્માઈલ ઉર્ફે નુરમામદ ચમડીયા જાતે વાઘેર ઉ.વ. પ૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩૦ ના રોજ અંબર ચોકડી પાસે બસ સ્ટેન્ડ પાસેની જગ્યામાં અગાઉ આરોપી આમદ ઉર્ફે ભુટોએ રેકડી રાખેલ હોય જે રાખવાની ફરીયાદીએ ના પાડેલ હોય જેનો ખાર રાખી આરોપી આમદ ઉર્ફે ભૃટો, શાહરૂખ ઉર્ફે ભુરો, હાજી આમદ ઉર્ફે ભુટો, ઈકબાલ આમદ ઉર્ફે ભુટોએ એક સંપ કરી લોખંડના પાઈપ ફરીયાદીના માથામાં તથા કુહાડી, છરીના ઉંધા ઘા મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્સને  પોલીસે રોડ પરથી ઝડપયો

સીટી એ ડિવિઝનના હે.કો. એન.કે.ઝાલાએ તા. ર૯ ના રોજ ગ્રીનસીટી જવાના રસ્તા બાજુમાં જાહેર રોડ પર આ કામેના આરોપીઓ ખીમાભાઈ પબાભાઈ ચાવડા એ પોતાના મોબાઈલ ફોન પર આઈપીએલ ટુર્નામેન્ટનો મેચ ઉપર મેચના હારજીત તથા રનફેર તથા સેશન પર સોદાઓ ભાર્ગવભાઈ પાસે કપાવતા રેઈડ દરમ્યાન કુલ રૂ. ૧પ હજારના મુદામાલ સાથે આરોપી ખીમાભાઈને ઝડપી પાડયો હતો.

દિવલા ડોનનો ફરી ત્રાસ :  બે શખ્સોને માર માર્યાની રાવ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આશીષભાઈ ચેતનભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૩–૧૯ ના વહોરાના હજીરાના બેઠા પુલ પાસે આ કામના ફરીયાદી આશીષભાઈ તથાા સાહેદ ફરજમાં હાજર હતા તે દરમ્યાન આ કામના આરોપીઓ દિવલો ડોન તથા તેની સાથેના બે અજાણ્યા માણસો એ મુઠ તથા છરી સાથે આવી ફરીયાદી આશીષભાઈને કહેવા લાગેલ કે તમે કોણ છો પોલીસ છો ? તેમ કહી સાહેદ પાસેથી પ્લાસ્ટીક ની લાકડી ઝુટવી લઈ ફરીયાદી આશીષભાઈ ને તથા સાહેદ ને મારવા જતા ફરીયાદી આશીષભાઈ નાશવા જતા પાછળ જઈ પકડી લઈ લાકડી વડે આડેધડ ઘા મારી મુઠ ઈજા કરી ફરજમાં રૂકાવટ કરી જો પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખી તેમ ધમકી આપી ગાળો કાઢી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈન્દીરા કોલોનીમાં જુગાર  રમતા છ શખ્સો ઝડપાયા

અહી સીટી સી-પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. શ્રીકાંન્ત સુનિલભાઈ દતાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૩–૧૯ ના એરફોર્સ રોડ, ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં.ર ના ચોકમાં આ કામના આરોપી કિશન પાલજીભાઈ મકવાણા  , કાન્તીલાલ દેવજીભાઈ પોપટ, દિનેશભાઈ પ્રેમજીભાઈ પરમાર, કરણભાઈ રમેશભાઈ ગોરડીયા, વિજયાબેન જેન્તીભાઈ પરમાર, કમુબેન રમેશભાઈ ખેરાભાઈ ગોરડીયા, રે. જામનગરવાળા એ પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦,રપ૦/– ના મુદામલા સાથે ઝડપાઈ ગયેલ છે.

મચ્છરનગરમાં રહેણાંક મકાનમાંથી  દારૂ ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખાના હેડ કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૩–૧૯ ના મચ્છરનગર, આશાપુરાના મંદિર પાછળ, આ કામના આરોપી ક્રિપાલસિંહ બળવંતસિંહ સરવૈયા રે.જામનગરવાળો એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ–૬૪, કિંમત રૂ.રપ,૬૦૦નો વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળતા ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:34 pm IST)