Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ચોટીલા પાસે પીછો કરાતા રાજકોટ કતલખાના તરફ આવતું પીકઅપ વાન પલ્ટી મારી ગયું: ૯ પશુ દબાઇ ગયા

વઢવાણ તા. ૩૦ :.. થાન-ચોટીલા રોડ ઉપર પીકઅપ વાહનમાં ૯ પાડા ભરીને રાજકોટ તરફ કતલખાને લઇને જતા બે વ્યકિતઓ ચોટીલા જીવદયા પ્રેમી હરેશભાઇ ચૌહાણ રઘુભઇ સહિતની ટીમને બાતમી મળતાની સાથે જ પીકઅપ વાહનનો પિછો કરતા ભારે સ્પિડમાં પિકઅપ વાહન ભગાડતા પીકઅપ વાહન પલ્ટી મારી જતા ૯ પાડા પીકઅપ વાહન નીચે દબાઇ ગયા હતાં. તેમને બહાર કાઢી અને જીવદયા પ્રેમીઓ દ્વારા ચોટીલા પોલીસને જાણકારી આપવામાં આવેલ હતી.

પોલીસ આ ઘટના સ્થળ ઉપર દોડી આવેલ અને ઇજાગ્રસ્ત પાડાઓની સારવાર કરાવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

જયારે નવ પાડા જે કતલખાને લઇજવામાં આવતા હતા જેને બચાવી લઇ અને હાલ પાંજરોપળમાં મોકલી આપવા માટેના તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જયારે આ પિકઅપ વાહનનો ચાલક અને સાથે રહેલ અન્ય એક યુવાન ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. પિકઅપ વાહનના આધારે હાલમાં ફરીયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

(3:33 pm IST)