Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ખેડુતોને વિમા પ્રશ્ને હળાહળ અન્યાય સામે જુના જોગીઓ સરકાર સામે મેદાનમાં

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડુતોને પાક વિમા પ્રશ્ને જબ્બર અન્યાય, વિમો અપાયો જ નથી, અપાયો છે તો ખુબ ઓછો અપાયો છે ત્યારે આ પ્રશ્ને સરકાર અને જવાબદારો સામે સૌરાષ્ટ્ર રાજકોટના જુના રાજકીય-ખેડુત આગેવાનોએ બૂંગીયો ફુંકવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

ટોચના ભરોસાપાત્ર વર્તુળોના જણાવ્યા પ્રમાણે સંભવતઃ રાજકોટમાં શ્રી શિવલાલભાઇની આગેવાનીમાં બેઠક મળી હતી જેમાં ખેડુતોને પાક  વિમા અંગે થયેલ અન્યાય સામે અવાજ ઉઠાવવા રણશીંગુ ફુંકવાનું નકકી થયું છે. આ મીટીંગમાં કિશાન સંઘ-ખેડુત આગેવાનો-ભાજપના-કોંગ્રેસના પૂર્વ આગેવાનો-હોદેદારો-નારાજ નેતાઓ, જીલ્લા પંચાયત-જીલ્લાના પૂર્વ સદસ્યો-આગેવાનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા. ખેડૂતોની મશ્કરીરૂપ વિમા અપાયાની કે સાવ નહિ અપાયાની ગંભીર બાબતો અંગે ચિંતા વ્યકત કરવામાં આવેલ. એકાદ-બે દિવસમાં જ આ બાબતે મોટો વિસ્ફોટ જાહેર થાય તેવી પુરી સંભાવના ચર્ચાય છે.

(3:33 pm IST)