Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

હળવદમાં કાલે રબારી સમાજના નવનિર્મિત છાત્રાલયનું ઉધ્ધાટન

વડવાળા મંદિર દૂધરેજના મહંત સહિત રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે

હળવદ, તા.૩૦: માનવીય જીવનમાં યુવાની અવસ્થામાં શકિતઓ ભરપૂર હોય છે જો તે શકિતઓને કોઈ સાચી દિશા મળી જાય તો સમાજ માટે આશીર્વાદરૂપ બની જાય છે તેનું ઉદાહરણ હળવદ પરગણાના રબારી યુવાનોછે યુવાનો એ પોતાની શકિતઓ કામે લગાડી એક સુંદર છાત્રાલયનું નિર્માણ કર્યો છે જે અન્ય સમાજના યુવાનોને પ્રેરણા પુરી પાડી છે હળવદમાં તાલુકાના ગામડામાંથી આવતા રબારી સમાજના વિદ્યાર્થીઓ ને રહેવા માટેની ભારે પરેશાની હતી જે હળવદ પરગાણાના રબારી યુવાનોને ધ્યાને આવતા આ પરેશાની દૂર થાય તે માટે પોતાની શકિતઓ કામે લગાડી એક સુંદર છાત્રાલયનું નિર્માણ કર્યું છે.

હળવદના આંગણે રબારી સમાજના શિક્ષણના ઉજવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટેનું સંકુલ હળવદમા શ્રીમતી મણીબેન ઝાઝણભાઈ ધાંધર રબારી સમાજ છાત્રાલયનુ ઉધ્દ્યાટન તા,૩૧ને રવિવારે હળવદ ખાતે સાંજના સમય થશે

આ પ્રસંગે રબારી સમાજના ધર્મગુરુ કણીરામ બાપુ તથા રામ બાલકદાસ બાપુ સહિતના સંતો-મહંતો તથા દાતાશ્રીઓ ,સમાજના અગ્રણીઓ ,અધિકારીઓ સમાજસેવકો તથા વિહોતરનાત ઉપસ્થિત રહેશે. છાત્રાલયના ઉધ્દ્યાટન પ્રસંગે સાથોસાથ તા,૩૧/૩ને રવિવારે સાંજના સમયે ભયમુકત જીવન અને વ્યકિતત્વ વિકાસ માટે ગુજરાતી સ્પીકર ડો.સંજય રાવલ વકતવ્ય આપશે તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  કલાકારો રશ્મિબેન રબારી વિહાભાઇ રબારી કવિ બેન રબારી ખમેશભાઈ લુણી રંજનબેન રબારી સહિતના કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે.

 આ અનેરા પ્રસંગને સફળ બનાવવા માટે હળવદ પરગણાના રબારી સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:01 pm IST)