Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

7મીએ ગ્રામ્ય ક્રિકેટ એસો,મોરબી દ્વારા અન્ડર -19 ટીમની પસંદગી

ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શર્ટમાં ફરજીયાત આવવાનું રહેશે

ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૭ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલ પાસે, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે

અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના સિલેકશનમાં તા.૧-૦૯-૨૦૦૦ અને ત્યારબાદ જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે સિલેકશન માટે આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શર્ટમાં ફરજીયાત આવવાનું રહેશે તેમજ ૨ ફોટોગ્રાફ અને જન્મનું પ્રમાણપત્ર તેમજ એડ્રસ પ્રૂફ સાથે લાવવા જણાવ્યું છે મોરબીના યુવા ખેલાડીઓને સિલેકશન માટે પધારવા કોચ નિશાંત જાનીએ જણાવ્યું છે

(2:06 pm IST)