Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જૂનાગઢના યુવાનના હત્યારાઓને ગણતરીની મીનીટોમાં ઝડપી લેનાર એલસીબીના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું રપ સંસ્થા દ્વારા સન્માન

પ્રજાને સંપૂર્ણ સલામતીનો અહેસાસ કરાવવો એ અમારી જવાબદારીઃ સૌરભસિંઘ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૩૦: જૂનાગઢ શહેરમાં બુધવારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા ગયેલા મહેબુબ સુમરા અને તેના ભાઇ પર ૪ શખ્સોએ જુની અદાવતમાં છરીના આડેધડ મહેબુબ ઉપર ઘા કરી નિર્મમ હત્યા કરી નાખી.

આ ઘટના દરમ્યાન પેટ્રોલ પંપ સામે આવેલ એલસીબી બ્રાન્ચના સ્ટાફને આ બનાવ અંગે જાણ થતા એલસીબીના ઇચા.પીઆઇ આર.કે. ગોહિલ, પી.એસ.આઇ. એન.બી. ચૌહાણ તથા પો.કો. દિવ્યેશભાઇ ડાભી ડાયાભાઇ કરમટા, ધર્મેશભાઇ વાઢેર, પ્રવિણભાઇ બાબરીયા સહિતના અ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી જઇ ખુનના બનાવને અંજામ આપી હથિયાર સાથે નાસી રહેલ આ ત્રણેય આરોપીને જીવના જોખમે પીછો કરી દબોચી લીધા હતા.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રેન્જ આઇપી સુભાષ ત્રિવેદી એસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તુરંત દોડી ગયા હતા અને ઘટના સ્થળે પહોંચતા તેઓને આ આરોપીને ઝડપી લીધાાની એલસીબી પીએસઆઇ એન.બી. ચૌહાણે જાણ કરતા આ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલસીબીની આ ટીમની કામગીરીને બિરદાવી ૩,૩ હજાર રોકડ ઇનામ આપવાની રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી એ જાહેરાત કરી હતી.

આ કામગીરી કરનાર એલસીબી ના જાંબાઝ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ગતરાત્રે રોયલ પાર્ક સોસાયટી ખાતે રપ જેટલી સંસ્થાઓ દ્વાર સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલ એસપી સૌરભસિંઘએ જણાવ્યું હતું કે  અમારા પોલીસ મહેકમ એલસીબીના નિડર અને જાંબાજ સ્ટાફને સન્માન કરવાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બદલ લાયન્સ કલબ રોયલ પાર્ક સોસાયટી તેમજ વિવિધ સંસ્થાઓનો હું પોલીસ પરિવાર વતી આધાર વ્યકત કરૂ ઼છું. આ સન્માનથી પોલીસનું મનોબળ વધ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતા સંપૂર્ણ સુરક્ષિત રહે તે માટે પોલીસ હંમેશા તત્પર છે. આ હત્યાનો બનાવ બન્યો તેવા બનાવો ફરી વખત ન બને, આવા બનાવો બનતા અટકાવવા માટે ગઇકાલે પોલીસ અધિકારીઓ સાથે અમોએ બેઠક યોજેલ.

સૌરભસિંઘએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાની સલામતી એ અમારી જવાબદારી છે ત્યારે ખાસ કરીને બહેનો ને શાળા કોલેજ જતા આવતા કોઇપણ પ્રકારના અસામાજીકો છેડછાડ કરે અથવા કોઇપણ માથાભારે તત્વોની રંજાડ હોય તો સીધો તેઓનો સંપર્ક સાધવા અથવા ૧૦૦ નંબરમાં જણાવવું તમોને મુશ્કેલી ન પડે તે માટે તમારૂ નામ ગુપ્ત રાખી પોલીસ કડક હાથે કામગીરી કરશે તેમ અંતમાં જણાવેલ.

રોયલ પાર્ક સોસાયટીના પ્રમુખ મનોજભાઇ પોપટ એ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં જાનના જોખમે ગણતરીની મીનીટોમાં જ આરોપીને હથીયારો સાથે ઝડપી લેનાર એલસીબીની સમગ્ર ટીમને અભિનંદન આપુ છું.

આ સન્માનના કાર્યક્રમમાં લાયન્સ કલબ રૂદ્રાક્ષ તેમજ રોયલ પાર્ક, સોસાયટી, વાલ્મીકી સમાજ સંહિતા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન પંડયા અને તેની ટીમ તેમજ શ્રી ખોડીયાર ગ્રુપ યુવક મંડળના નરેન્દ્રભાઇ ધુચલા ઇનર વ્હીલ કલબના પ્રમુખ સ્વામીબેન જોષી રીટા પોસ્ટલ આરએમએસ પેન્શનર એશો અશોકભાઇ જમોડ તેમજ શૈલેષભાઇ પંડયા, વિશ્વ હિન્દુ પરિષદના હિરેનભાઇ રૂપારેલીયા તેમજ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ અશોકભાઇ પંડયા, એડવોકેટ શશીકાન્ત બોરીચાંગર, ધર્મેશ જોષી, ચેતન દવે, તુષાર મહેતા, ભાવેશ બોરીચાંગર સહિતની ટીમ સહિત કુલ ૨૫ જેટલી સંસ્થાઓ દ્વારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. જેમાં સૌપ્રથમ એસપી સૌરભસિંઘનું અને સમગ્ર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું લાયન્સ કલબના પારસભાઇ પાનસુરીયા,જીતુભાઇ પંડયા

ચેતનાબેન પંડયા, અશ્વિનભાઇ ઉસદડ અને સમગ્ર ટીમે મોમેન્ટો આપી કર્યું હતું. ત્યાર બાદ શ્રી સૌરભસિંઘનું સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન પંડયા અને તેની ટીમ સાલ ઓઢાડી કરેલ અને બાદમાં અન્ય પોલીસ અધિકારી અને એલસીબીની ટીમને પણ સન્માનીત કરેલ તેમજ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની સમગ્ર ટીમ એસપી સહિત સમગ્ર ટીપનું સન્માન કરેલ અને જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીએ પણ એસપીશ્રી સહિત સમગ્ર પોલીસ ટીમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અમિત ચરાડવા એ કરેલ.

આ કાર્યક્રમમાં રોયલ પાર્ક સોસાયટીના મનોજભાઇ જોબનપુત્રરા, જગદીશભાઇ તેમજ મુકેશભાઇ મહેતા, ભરતભાઇ લાખાણી, ભરતભાઇ વાંક તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરોકત તસ્વીરમાં મંચ પર બેઠેલ રોયલ પાર્ક સોસાયટીના મનોજભાઇ જોબનપુત્રા તેમજ ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મનોજભાઇ પોપટ, પારસભાઇ પાનસુરીયા તેમજ ઉદ્બોધન કરતા એસપી શ્રી સૌરભસિંઘ તેમજ એસપીનું સન્માન કરતા લાયન્સ કલબના પારસભાઇ અને તેની ટીમ તેમજ સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ વિણાબેન પંડયા અને પત્રકાર વિનુભાઇ જોષી તેમજ એલસીબીના ઇન્ચા. પી.આઇ. રાજદીપસિંહ ગોહિલનુ઼ સન્માન કરતા રાજગોર યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડ અને એલસીબી પીએસઆઇ એન.બી. ચૌહાણ અને તેની સમગ્ર ટીમનું સન્માન કર્યા બાદ ગ્રુપ ફોટા રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળની ટીમ નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:00 pm IST)