Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વહેલી સવારે ઠંડોઃ બપોરે લૂ ફેંકતો પવન

મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયોઃ સવારે ખુશનુમા વાતાવરણનો અહેસાસ થયો

રાજકોટ, તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર આકરા તાપમાન કારણે લોકો ત્રાહીમામ પોકારી જાય છે. બપોરના સમયે મહતમ તાપમન ૪૧ ડિગ્રીને પાર થઇ જતા અસહય ઉકળાટથી બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. અને રસ્તાઓ સુમસામ બની જાય છે.

આજે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો અને ખુશનુમા વાતાવરણનો અનુભવ થયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી નજીક પહોંચી જતા લોકો અકળાયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ ૩૫.૫, લઘુતમઃ૨૨, ભેજઃ ૭૭ ટકા, પવનઃ ૧૦.૭ કી.મી. પ્રતિ કલાક રહ્યો હતો.

(11:53 am IST)