Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ધ્રાંગધ્રાના ચિટીંગ કેસમાં ૪ વર્ષથી ફરાર આરોપી કંસારાને રાજકોટથી ઝડપી લીધો

વઢવાણ તા.૩૦: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ. ઇન્સ. વી.આર. જાડેજાને સુચના આપેલ હોય જે સુચના આધારે ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૯ વિગેરે મુજબના ગુન્હાના કામનો છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો કેતનભાઇ નવિનભાઇ કરથીયા કંસારા રહે. ધ્રાંગધ્રા, નરશીપરા હાલ રહે રાજકોટ વાળાને રાજકોટ ત્રિકોણબાગ પાસેથી પકડી ઉપરોકત ગુન્હાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના પો.હેડ કોન્સ. નિકુલસિંહ ઝાલા તથા અસ્લમખાન મલેક તથા ગુલામરસુલ શેખ તથા પો.કોન્સ. સનતભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. અશ્વિનભાઇ વાઘેલા દ્વારા આરોપી પકડી પાડવામાં આવેલ છે.

(11:51 am IST)