Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સુરેન્દ્રનગર વિઠ્ઠલપ્રેસ રોડ પર પાણીની લાઇન રીપેરના ખાડા મહિનાથી જૈસૈ થે સ્થિતિમાં

અકસ્માતનો ભયઃ વોર્ડ નં. ૩ના લોકો પાલિકાએ ઘસી ગયા

વઢવાણ, તા.૩૦: સુરેન્દ્રનગરના વોર્ડનં.૩માં પાણીના લાઇન લીકેજ સમસ્યા સર્જાઇ હતી. જેની રજૂઆત કરતા આ વિસ્તારમાં પાણીલાઇન લીકેજ રીપેર કરવા ખાડા ખોદાયા હતા. જે ખાડાઓ છેલ્લા એક માસથી વધુ સમયથી જૈસે થે સ્થિતિમાં જ હોવાથી રસ્તો બિસ્માર બની ગયો હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઇ ગયા છે.

સુરેન્દ્રનગર નગરપાલીકાના વોર્ડનં.૩દ્ગક્ન વિઠ્ઠલપ્રેસ રોડ પર પાણીની નવી લાઇન બેથી ત્રણ માસથી લીકેજ અંગે પાલિકામાં રજૂઆત કરાતા રસ્તાની વચ્ચોવચ ખાડો કરી રીપેરીંગ કામ હાથ ધરાયુ હતું. પરંતુ તે ખાડાઓ બુરવામાં ન આવતા છેલ્લા એક માસથી ખુલ્લા છે. જેના કારણે અહીં આવતા લોકો, વેપારીઓ, દુકાનદારોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. આથી વિઠ્ઠલપ્રેસ નાગરીક સુરક્ષાદળના વિનોદભાઇ બાવીસી, રાજુભાઇ શેઠ, અલ્પેશભાઇ પટેલ, અંકિતભાઇ વસાણી, મોક્ષીતભઇ શાહ સહિતનાઓ પાલિકાએ ધસી જઇ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને વોર્ડનં.૩દ્ગક્ન સુધરાઇ સભ્યને સંબોધીને લેખીત આવેદન આપ્યુ હતુ. જેમાં જણાવાયા મુજબ વિસ્તારમાં ઘણા સમયથી ભુગર્ભ ગટર સફાઇ, ડોર ટુ ડોર કચરો એકત્ર ન કરવા, પાણીની લાઇન લીકેજ, બિસ્માર રસ્તા, નવી એલઇડી લાઇટ ન નાખવા સહિતની સમસ્યા અંગે અનેકવાર રજૂઆત છતા યોગ્ય કરાયુ નથી.

એક માસથી વધુ સમયથી લીકેજ લાઇન રીપેર માટે ખોદેલ રસ્તાનો ખાડો જેમનો તેમ હોવાથી અકસ્માતનો ભય છે. આથી લોકહીત ધ્યાને લઇ તે બુરવામાં આવે તેવી માંગ કરી હતી.

(11:51 am IST)