Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન હેઠળ ૧૯૦૦ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ

વઢવાણ તા.૩૦ : રાજય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધો.૧ થી મફતમાં પ્રવેશ મળે તે માટે રાઇટ ટુ એજયુકેશન નામનો કાયદો અમલમાં છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને આવેલ જિલ્લાની ૨૦૦ શાળાઓમાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને બિન અનુદાનીત શાળાઓમાં પ્રવેશ આપવાનો સંકલ્પ મળ્યો છે. જિલ્લામાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાશે.

જિલ્લા શિક્ષણ વિભાગને જિલ્લાની ખાનગી ૨૨૦ શાળાઓમાં રપ ટકા લેખે ૧૯૦૦ વિદ્યાર્થીઓને ધો.૧માં પ્રવેશ આપવા માટેનો ટાર્ગેટ અપાયેલ છે.જાહેરાત પ્રસિધ્ધ થઇ ચુકયો છે જે મુજબ તા.૧-૬-૧૪ સુધીમાં જે બાળકનો જન્મ થયો હોય તેના જ વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે નકકી થયેલ ૧૬ કેન્દ્રો ઉપર સબમીટ કરાવવાના રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.એચ.ચૌધરી દ્વારા જણાવવામાં આવેલ મુજબ રાજય સરકાર દ્વારા આરટીઇ ફોર્મ www.rte.gujarat.com ઉપર ઓનલાઇન ફોર્મ ભરવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ હોવાનુ યાદીમાં જણાવાયુ છે.

(11:51 am IST)