Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ભુજમાં ફેસબુક ફ્રેન્ડ બન્યા પછી હેરાન કરતા પતિના મિત્ર વિરૂધ્ધ મહિલાની ફરિયાદ

ભુજ, તા.૩૦:  સોશ્યલ મીડિયાની ફ્રેન્ડશીપથી નજીક આવ્યા પછી હેરાન કરી રહેલા યુવાન સામે ભુજની યુવાન પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખેંગાર ગાંગજી મારવાડા નાણાં યુવાન સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં યુવતી દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ પોતાના પતિના આ મિત્ર સાથે તે પરિચયમાં આવ્યા બાદ સોશ્યલ મીડિયામાં ફેસબુક ફ્રેન્ડ બની વધુ નજીક આવ્યા હતા. પણ, છેલ્લા ઘણા સમયથી ખેંગાર આ પરિણીત યુવતીને ફેસબુક ઉપર તેણીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને ૫૦ હજાર રૂપિયા માંગતો હતો.

જોકે, તે વચ્ચે તેણે ફોટા અપલોડ કરી નાખ્યા હતા. અંતે પરિણીત યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)