Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

લોધિકા પાસે ર ડેમોને સૌની યોજના હેઠળ પાણીથી ભરી દેવા માંગણી

લોધીકા તા.૩૦ : સૌની યોજના હેઠળ લોધીકા ગામ તા.લોધીકા અભેપરના માર્ગે ર ડેમો પાણીથી ભરવા બાબતે તાલુકા પંચાયતના સદસ્ય ભાવનાબેન કમાણીએ માંગણી ઉઠાવી છે.

તેમણે જણાવેલ કે, ગુજરાત સરકારના નર્મદા, જળસંશાધન, પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગ હેઠળની સૌની યોજના અન્વયે નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્રમાં પહોચાડવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. સૌની યોજના લીંક-૩ની પાઇપલાઇન લોધીકા તાલુકાના લોધીકા અભેપર ગામ વચ્ચેથી પસાર થવાની છે. આ પાઇપલાઇન માત્ર ૩૦૦ થી ૩૫૦ મીટર જેવા અંતરે જ લોધીકા ગામની ભાગોળેથી જ ફોફળ નદીનુ ઉદગમ સ્થાન છે. લોધીકાથી ઉદગમ થયા બાદ ફોફળ નદી જામકંડોરણા સુધી અંદાજે ૩૫ કીમી સુધી વહે છે. જેના લીધે આશરે ૫૦ થી પણ વધુ ગામના લોકો પાણીનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ નદીમાં માત્ર ચોમાસાના સમયમાં પાણી હોય છે. ત્યારબાદ પાણી હોતુ નથી.

(11:50 am IST)