Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ઉના શેઠવાડાના ૧૦૦ વર્ષ જુના સ્વામીનારાયણ મંદિરનો પુનઃ જિર્ણોધ્ધાર : સિંહાસનો અને બારણાઓ સોનાથી મઢાયા

ઉના તા ૩૦ :   શેઠવાડામાં સ્વામિનારાયણ મંદિરમાં લાલજી મહારાજ અને વિષ્ણુસ્વરૂપ શાલગ્રામ ભગવાનની સ્વહસ્તે પૂજા અને પ્રતિષ્ઠા કરી છે. તે ૧૦૦ વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરના  સિંહાસનો અને  બારણાઓ સુવર્ણથી મઢવામાં આવ્યા છે. મંદિરનો પુનઃ જિણોધ્ર્ધાર કરાયો છે.

ઉના  શેઠવાડામાં સ્વામિનારાયણ મંદિરને ૧૦૦ વર્ષ પુરા થાય છે. શતાબ્દિનું વરસ ચાલે છે. ભગવાને  સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને પૂજા કરી છે. તેથી સંપ્રદાયમાં ઊના વિસ્તારનું આ મંદિર આસ્થા અને શ્રધ્ધાનું  કેન્દ્ર બન્યું  છે. આ મંદિરની સ્થાપના વિ.સ. ૧૯૭૬ વસંત પંચમીના રોજ કરવામાં આવી છે. આ મંદિર ઊતમ કલાકારીગરીના નમુના સમાન શોભે છે.

મંદિરમાં શ્રી હરીકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, લાલજી મહારાજ અને સોનાની રેખ વાળા શાલગ્રામ ભગવાન અને ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ અને જગતના પિતા સ્વરૂપે  શંકરજી મહાદેવ અને પાર્વતીજી બિરાજે છે.મંદિરમાં સભામંડપ, સંતોના નિવાસ, ભકતો અને યાત્રિકો માટે ઉતારા, ભોજનશાળા, અને કાર્યાલયની વ્યવસ્થા છે. જમીન તળથી ખાસા ઊંચા મુખ્ય ૩ શિખરો અને  ર નાના શિખરો અન ે ૪ ઘુમટો આવેલા છે. રોજ મહાપુજા  અને પાંચ આરતીઓ થાય છે. રોજ સવારે અભિષેક થાય છે. ૩ વખત પાકા ભોગ (થાળ) ધરાવાય છે. વર્ષના દરેક ઉત્સવો ધામધુમથી દિવ્ય રીતે ઉજવાય છે.

મંદિરમા  ં પ્રમુખ સ. શાસ્ત્રી  માધવરાયજી ૩૬ વરસથી સેવા આપી રહ્યા છે. તેમના શુભ સંકલ્પ અને પ્રેરણાથી હાલમાં કોઠારી તરીકે સ્વામી ધર્મનંદનદાસજી સેવા આપી રહ્યા છે. શતાબ્દિ પરીપેક્ષ્યમાં ત્રણેય દેવોના સિંહાસનો અને ત્રણેય દ્વારો (બારણા) મોટા ખર્ચથી સુવર્ણથી મઢી બનાવાયા છે. ઊના શહેરમાં આવું ભવ્ય અને દિવ્ય દેવમંદિર એક અનોખું અને પ્રથમ હશે. હજારો ભકતો આ મંદિરના દર્શન-ભજન-કીર્તન સેવાનો લાભ લઇ રહયા છે, અને મંદિર દિવ્યતા અને શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે.

(11:50 am IST)