Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પૂંજાભાઇ વંશ

વેરાવળ - પ્રભાસ પાટણ : જૂનાગઢ ગીર સોમનાથની લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશનું નામ જાહેર થતાં લોકોમાં આનંદ ફેલાયેલ છે. લોકસભાની ટીકીટ મળતાની સાથે સૌ પ્રથમ પુંજાભાઇ વંશ તા. ર૯-૩-ર૦૧૯ નાં રોજ સોમનાથ મહાદેવનાં દર્શને પધારેલ જેમાં તેઓએ દર્શન અને પુંજાવિધીની સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ. માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઇ વાજા, ગીર સોમનાથ કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા, દલિત અગ્રણી મનસુખભાઇ મકવાણા, આહીર સમાજનાં અમુભાઇ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો જોડાયા હતાં અને ધ્વજારોહણ કરીને પ્રવચનનાં શ્રીગણેશ કર્યા હતાં.

(11:50 am IST)