Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ગોંડલમાં અખિલ ભારતીય કોળી સમાજના હોદેદારોની વરણી

ગોંડલ તા. ૩૦ :.. અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ જીલ્લાનાં સંગઠનમાં જોડાયેલ એવા નવ નિયુકત જયસુખભાઇ રાઘવભાઇ સોલંકીને રાજકોટ જીલ્લા મંત્રી તરીકે નિમણુંક થઇ છે. તેમજ મહેશભાઇ જાદવભાઇ મકવાણાને ગોંડલ તાલુકા પ્રમુખ તરીકે નિમણુંક થયેલ છે. તેમજ મનીષભાઇ ધીરૂભાઇ કાંબીયાાને યુવા પ્રમુખ ગોંડલ તાલુકા તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. તેમજ નવ નિયુકત મંત્રી, પ્રમુખ, યુવા પ્રમુખને ઠેર ઠેરથી શુભકાના મળી રહી છે.

મહેશજી કોળી તેમજ રમેશભાઇ પરમાર -રાજકોટ, મહેશભાઇ રાજપરા, રાજકોટ સહિતના વડાઓ તેમજ કાર્યકરો સહિતએ શુભેચ્છા પાઠવી છે.

(11:49 am IST)