Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામકંડોરણા ક્રિકેટ ગ્રુપ દ્વારા 'વૈભવ કપ' નાઈટ ટુર્નામેટમાં જયેશભાઈ રાદડિયાએ હળવાશની પળો માણી

જામકંડોરણા ફાર્મ હાઉસ મેદાનમાં જામકંડોરણા ક્રિકેટ ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેટનું આયોજન કરવામાં આવ્યુ છે.  કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિત રાજકીય આગેવાનો આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી ક્રિકેટ રસીયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કેબિનેટ મંત્રી મન ભરીને ક્રિકેટ રમ્યા હતા. હાલ લોકસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છતા બેટ લઈને ક્રિઝ પર ક્રિકેટ રમી જામકંડોરણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા પ્રેક્ષકોને પોતાના નાનપણના દિવસોની યાદી અપાવી હતી અને જણાવ્યુ હતુ કે જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડીયા વખતોવખત જામકંડોરણામાં આવા ક્રિકેટ ટુર્નામેટનું આયોજન કરતા હતા અને હવેથી જામકંડોરણામાં દરવર્ષે આવા ક્રિકેટ ટુર્નામેટનંુ આયોજન કરવામા આવશે. હાલ  લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આવા ખુલ્લા મેદાનમાં આવી જામકંડોરણા લોકો સાથે ક્રિકેટ મેચનો આનંદ માણી સંતોષ માણ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેટમાં ટીમો જે અમદાવાદ, રાજકોટ, પોરબંદર સહીતના સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરો પોતાનું ( જળકાવશે. આ ટુર્નામેન્ટમાં ડી.જે.ના તાલે કોમેન્ટરી સહીતની સુવીધામાં છે. ક્રિકેટ રસીકો ક્રિકેટ જોવા ઉમટી પડેલ હતા. આ તકે જયેશભાઇ રાદડીયા વિજેતા ટીમોની પુર્ણાહુતી સમયે શીલ્ડ આપશે. ગૌતમભાઇ વ્યાસ, વિપુલભાઇ બાલધા, નિલેશ પાનસુરીયા, જયરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પ્રતીક પટેલ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા (કાળુભા) સહીતના લોકો હાજર રહેલ હતા.

(11:48 am IST)