Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પોરબંદર બેઠક ઉપર મંગળવારે લલિત વસોયા, બુધવારે રમેશ ધડુક ફોર્મ ભરશે

ધોરાજી તા. ૩૦ : આગામી લોકસભાની ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ પક્ષે પોરબંદર લોકસભા બેઠક પર ખેડૂત નેતા અને ધોરાજી ઉપલેટના લડાયક ધારાસભ્યનું નામ ઘોષિત કરતા સમગ્ર પોરબંદર મત વિસ્તારમાં સમર્થકો ટેકેદારોમાં ભારે ઉત્સાહમાં આવી ગયા છે.

ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર લલિત વસોયા આગામી ૩ એપ્રિલ ના રોજ પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. જેના સમર્થનમાં સમગ્ર લોકસભા વિસ્તારમાંથી અંદાજે ૨૫ હજાર જેટલા સમર્થકો પોરબંદર ખાતે ઉમટી પડશે. આ ઉપરાંત પોરબંદર સુદામા ચોક ખાતે સવારે ૧૦ કલાકે વિશાલ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સભા પૂર્ણ થયે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

જ્યારે રમેશભાઈ ધડુક તા. ૨ એપ્રિલને મંગળવારના સવારે ૮ કલાકે ગોંડલ ખાતેથી વિશાળ કાર્યકર્તાઓની હાજરીમાં કાર રેલી દ્વારા ગોંડલ, જેતપુર, જામકંડોણા, ધોરાજી ઉપલેટા, ભાયાવદર, પાનેલી, કુતિયાણા રાણાવાવ થઈ પોરબંદર ખાતે સવારે ૧૧ કલાકે પહોંચશે જયાં સવારે ૧૧ સુદામા ચોકઙ્ગ ખાતે વિશાળ જનસભા યોજાશે. આ સભામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, પોરબંદર લોકસભા સીટના ઇન્ચાર્જ રમેશભાઈ મુગરા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના પૂર્વમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જશુબેન કોરાટ, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ, કુતિયાણા પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, પોરબંદર લોકસભા સીટના મીડિયા ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, વિજયભાઈ થાનકી, હિતેશભાઈ પંડ્યા, પ્રકાશભાઈ ઉનડકટ, લોકસભા સીટના વિસ્તાર દિલીપભાઈ ગાંધી, પોરબંદરના ભાજપના અગ્રણી વિક્રમભાઈ ઓડેદરા, અશોકભાઈ મોઢા, રમેશભાઈ પટેલ, કપીલભાઈ કોટેચા, અરજણભાઈ ભુતીયા, કિરીટભાઈ મોઢવાણિયા, કેતનભાઇ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા, અરજણભાઈ કારાવદરા સહિત સમગ્ર પોરબંદર લોકસભા સીટના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોઙ્ગ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા બોર્ડ નિગમ વગેરે હોદેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોરબંદર ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાના સમારોહમાં તેમજ વિશાળ જાહેર સભામાં જોડાશે.

(11:47 am IST)