Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અમરેલીમાં કોટડીયા-કાકડીયા, જામનગરમાં ગોરીયા-ખવ, સુરેન્દ્રનગરમાં લાલજી મેર અથવા ઋત્વીકના નામો ચર્ચામાં

ગુજરાતના બાકી ઉમેદવારોની યાદી કોંગ્રેસ ૩૧મીએ જાહેર કરશે તેવા નિર્દેશો

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ તમામ લોકસભા બેઠકના ઉમેદવારો સામે આંતરીક અસંતોષે માથુ ઉંચકયુ છે ત્યારે હવે બાકીના ઉમેદવારોનું લીસ્ટ ૩૧મીએ જાહેર થશે તેમ મનાય છે. સૌરાષ્ટ્રની બાકી રહેલી બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો દિલ્હીમાં જે નામો ચર્ચામાં છે. તેમા જામનગરમાં જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મિત્તલ ગોરીયા અને હેમંત ખવ, અમરેલીમાં સુરેશ કોટડીયા અને જે.બી. કાકડીયા અથવા તેમના ધર્મપત્નિનું નામ જ્યારે સુરેન્દ્રનગરમાં લાલજીભાઈ મેર તથા ઋત્વિક મકવાણાના નામો છે.

જામનગરમાં ભાજપ દ્વારા પૂનમબેન માડમનું નામ જાહેર કરી દીધુ છે, ત્યારે કોંગ્રેસ પણ હવે આહીર સમાજમાંથી ઉમેદવારને મેદાનમાં ઉતારશે અગાઉ વિક્રમભાઈ માડમ માટે વિચારાઈ રહ્યુ હતુ. જો કે હજુ આ નામ ચર્ચામાં જ છે પરંતુ છેલ્લે મળતા અહેવાલો મુજબ કોંગ્રેસે મિત્તલ ગોરીયા અથવા હેમંતભાઈ ખવાના નામો ઉપર પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી રહેલ છે.

સુરેન્દ્રનગરમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ હાઈકમાન્ડ સમક્ષ ટીકીટ માટે જોરદાર માંગણી કરી રહ્યા છે પરંતુ છેલ્લે મળતા અહેવાલો મુજબ કોંગ્રેસી હાઈકમાન્ડ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર માટે ગંભીરતાપૂર્વક વિચારી રહેલ છે. આ ઉપરાંત ધારાસભ્ય ઋત્વિક મકવાણા માટે પણ ચર્ચા ચાલી રહી છે.

અમરેલીની વાત કરીએ તો એક પાટીદાર નેતાનું જુથ સુરેશ કોટડીયા માટે દબાણ કરી રહ્યુ છે. જ્યારે એક જુથ ધારી બેઠક ઉપરથી જી.પી.પી., કોંગ્રેસ અને ભાજપના ત્રિપાંખીયા જંગ વખતે ૧૨૦૦થી ૧૫૦૦ મતે ચૂંટણી હારેલ વર્તમાન ધારાસભ્ય જે.વી. કાકડીયાના ધર્મપત્નિ માટે પણ ગંભીરતાપૂર્વક વિચારાઈ રહ્યાનું મનાઈ છે અથવા તો જે.વી. કાકડીયાને જ મેદાનમાં ઉતારી શકાય છે.

કોંગ્રેસ હવે તેની અંતિમ યાદી ૩૧મીએ બહાર પાડી રહી છે ત્યારે ગુજરાતભરમાં ઉભા થયેલ અસંતોષ દાવાનળ જોઈએ. નવી યાદી બાદ આંતહકલહ જોવા ન મળે તેની તકેદારી રાખી રહી છે તો અમુક જગ્યાએ ઉમેદવારોની પસંદગીમાં કાચુ ન કપાય તે માટે પણ ગંભીરતાથી તમામ પાસાઓ વિચારવામાં આવી રહ્યા છે.

આમ જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત મોટાભાગની બેઠકો પર પ્રદેશ કક્ષાએથી ચાલતા આવતા બે જુથની લડાઈની સીધી અસર જોવા મળી રહી છે.

(11:47 am IST)