Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પોરબંદર બદલી થતા જૂનાગઢનાં સરકારી કર્મચારી યુવકનો આપઘાત

જૂનાગઢ તા. ૩૦ :.. જૂનાગઢનાં ટીંબાવાડી સ્થિત સ્નેહલ પાર્કમાં રહેતા પિયુષ સામંતભાઇ ભોપાણીયા (ઉ.ર૭) નામનો આહીર યુવાન સિંચાઇ વિભાગમાં નોકરી કરે છે.

પરંતુ તાજેતરમાં પિયુષ ભોયાણીયાની પોરબંદર ખાતે બદલી થયેલ. જેનાં કારણે આ યુવાન ટેન્શનમાં આવી ગયો હતો અને ગુમસુમ રહેતો હતો.

દરમ્યાનમાં ગઇકાલે પિયુષભાઇએ ગળા ફાંસો ખાયને જીવાદોરી ટૂંકાવી લેતા તેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. વિશેષ તપાસ સી. ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(11:46 am IST)