Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

શાપર-વેરાવળમાં આઇપીએલના મેચ પર સટ્ટો રમતા ૩ શખ્સો પકડાયા

જેન્તી પટેલ, ચેતન તથા અમીતની ધરપકડઃ પીએસઆઇ ગોંડલીયા તથા સ્ટાફનો દરોડો

શાપર-વેરાવળ તા. ૩૦: શાપર-વેરાવળ પોલીસે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસ અધ્યક્ષ બલરામ મીણા તથા ગોંડલ વિભાગના ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રો.હી. જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા તાથ આઇપીએલ ટી-૨૦ મેચ ઉપર સટ્ટો રમતા ઇસમોને પકડી પાવા સુચના કરેલ હોય શાપર-વેરાવળના પોલીસ સબ ઇન્સપેકટર એમ.આર. ગોંડલીયા તથા હેડ કોન્સટેબલ અનિરૂદ્ધસિંહ જાડેજાને બાતમી મળતા રોહિતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર, વિજય ગીરી ગોસ્વામી, રવિરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે આઇપીએલ મેચ પર સટ્ટો રમતા (૧) જેન્તી અરજણભાઇ રાડિયા, ધંધો દરજીકામ રહે ભૂમિ પાર્ક શાપર, (ર) ચેતન રહે શાપર વેરાવળ તથા (૩) અમિત રહે કેશોદને આંકડા લખેલની ચિઠ્ઠી, એક બોલપેન, એક અનિડા કંપનીનું ટીવી કિંમત ૧૦,૦૦૦ કેટ વિઝનનું સેટઅપ બોકસ તથા એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત ૧૦૦૦ એક જીઓની કંપનીનો સાદો મોબાઇલ કિંમત ૫૦૦, રોકડા રૂપિયા ૩૩૦ મળી કુલ ૧૨,૪૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)