Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જુનાગઢમાં હિટવેવથી જનજીવન પ્રભાવિતઃ સન સ્ટ્રોકનાં ૭૪ કેસ

સતત અગનવર્ષાથી લોકો પરેશાન

જૂનાગઢ તા. ૩૦ :.. જુનાગઢમાં હિટવેવથી જનજીવન પ્રભાવિત થયુ છે. અને સતત અગન વર્ષાથી સન સ્ટ્રોકનાં ૭૪ કેસ થયા હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ શહેર સહિત સોરઠમાં સૂર્યપ્રકોપ યથાવત રહ્યો છે આજે સતત ચોથા દિવસે હિટવેવ રહેલ છે. પછી કાલે મહત્તમ તાપમાનનો પારો ૪૧.૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો જેના કારણે સમગ્ર જૂનાગઢ સીટી અગનગોવામાં ફેરવાય ગયુ હતું.

આકાશમાં અગ્નિવર્ષા થવાને લઇને સન સ્ટ્રોકનાં કેસ વધીને ૭૪ થયા છે. સખ્ત તાપનાં કારણે ઝાડા, ઉલ્ટી, ચક્કર આવવા, પેટમાં દુઃખાવો અને બેભાન થવાનાં કેસ વધ્યા છે.

દરમ્યાન આજે પણ સવારથી રર ડીગ્રી લઘુતમ તાપમાન સાથે અગ્નિવર્ષ શરૂ થઇ ગઇ છે. વાતાવરણમં ભેજ પ૩ ટકા અને પવનની ગતિ પ.૭ કિ. મી. પ્રતિ કલાક રહી છે.

(11:45 am IST)