Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ જાડેજા આજે કેસરીયો ખેસ ધારણ કરશે

કોંગ્રેસમાંથી ચુંટાયા, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા અને હવે ભાજપમાં!!

રાજકોટ તા. ૩૦: લોકસભા ચુંટણીનો નગારે ઘા વાગી ચુકયો છે ત્યારે આયારામ અને ગયારામના કિસ્સાઓ વધુ રહ્યા છે અત્યાર સુધી ધારાસભ્યોને ખેડવ્યા બાદ હવે શામ-દામ-દંડ અને ભેદની નિતિ-રિતીથી ભાજપે તાલુકા કક્ષાના આગેવાનો તરફ પણ નજર દોડાવી છે ત્યારે લોધીકા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ કોંગ્રેસના સાથી મિત્રોને છેહ દઇને આજે અમદાવાદમાં કમલમ્ ખાતે રાષ્ટ્રીય પ્રમુખ તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરશે તેમ જાણવા મળે છે.

તાજેતરમાં ભાજપના બળવાખોર અનિલસિંહ ડાભી તથા મહિલા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાયા બાદ સમરસતાથી તાલુકા પ્રમુખપદે હરીશચંદ્રસિંહ જાડેજા ચુંટાયા હતા તાજેતરમાં બાયપાસ સર્જરી કરાવનાર નબળા હૃદયના આગેવાન હરીશચંદ્રસિંહ જાડેજા જે તે સમયે થયેલા કમીટમેન્ટને ફગાવી દઇને ભાજપની નેતાગીરી સમક્ષ છાનામૂના ગોઠવણ કરી આવ્યા હોવાની ચર્ચા હતી પરંતુ આજે આ ચર્ચા યથાર્થ કરી હતી.

(11:44 am IST)