Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મેટોડાની ફેકટરીમાં નોકરી સાથે ચોરી પણ કરતા'તા ! ૬ કર્મચારીઓની ધરપકડ

રાજકોટ, તા., ૩૦: રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઇડીસીની ફેકટરીમાં નોકરીની સાથે ચોરીકામ કરતા ૬ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી ગેટ નં. ૧ ઓમનીટેક એન્જીનીયરીંગ ફેકટરીમાં નોકરી કરતા શકિતસિંહ જાડેજાએ આજ ફેકટરીમાં નોકરી કરતા મોહીત પ્રેમજીભાઇ વાળા (રહે.મેટોડા), વિજય રમેશભાઇ રાઠોડ (રહે. ગુજરાત હાઉસંીંગ બોર્ડ કવાર્ટર, કોસ્મો સામે રાજકોટ), શામજી સોમાભાઇ માધડ (રહે. દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, મેટોડા), આશીષ હર્ષદભાઇ દવે (રહે. કાંગશીયાળી, રાજપથ રેસીડેન્સી), શની પ્રફુલભાઇ કાચા (રહે. જલજીત સોસાયટ શેરી નં. ૧-રાજકોટ) તથા ગૌરવ શંભુભાઇ આસોદરીયા (રહે. આસ્થા રેસીડેન્સી, મેટોડા) સામે લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ઉકત ફેકટરમાં ઓપરેટર તરકે નોકરી કરતા હોય જુદા-જુદા સમયે ફેકટરીમાંથી ડીઝાઇનવાળી ઇન્સર્ટ નંગ-૬ર, સ્ક્રેપ કિંમત રૂ.૪૧,પ૦૦, એન્ડ મીલ-પ, ડ્રીલ નંગ-ર મળી કુલ પ૯,પ૦૦નો મુદામાલ ચોરી કરી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદ અન્વયે લોધીકાના પીએસઆઇ જે.યુ.ગોહેલ તથા સ્ટાફે ઉકત ૬ કર્મચારીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)